વનમંત્રીના હસ્તે માંગરોળ તાલુકાના વિવિધ ગામો ખાતે રસ્તાના કામોના લોકાર્પણો થશેઃવાંકલ ખાતે NFSA ના લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા આવતીકાલ તા.૨૦/૧/૨૦૨૧ના રોજ સવારે ૯.૩૦ વાગે માંગરોળ તાલુકાના કંટવાવ ખાતે એપ્રોચ રોડનું લોકાર્પણ ૧૦.૩૦ વાગે ભીલવાડા ગામે ભીલવાડાથી પાણી આમલી રોડનું લોકાર્પણ, ૧૧.૧૫ વાગે પાણી આમલી ગામે મોટીફળી-પાણી આમલી રોડનું લોકાર્પણ, ૧૨.૦૦ વાગે કંસાલી ગામે આંબાવાડી-ખાડીપાર રોડનું લોકાર્પણ કરશે. ૧૨.૪૫ વાગે કોસાડી ગામે આદિવાસી ફળીયામાં પુરસંરક્ષણ દિવાલના ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૨.૧૫ વાગે માંગરોળના વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા NFSA ના લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૪.૦૦ વાગે લવેટ ગામે તાપી મૈયા નિરના વધામણા તથા વનમંત્રીશ્રીનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other