તાપી : જે.ડી.યુ. દ્વારા સોનગઢ ખાતે નિર્માણાધીન સર્કલનું નામ જનનાયક ટાંટયા ભીલ રાખી પ્રતિમા મૂકવા માંગ કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા જે.ડી.યુ. દ્વારા સોનગઢ થી ઉકાઈ જતાં માર્ગ ઉપરનાં સર્કલનું જનનાયક ટાંટયા ભિલ નામકરણ કરી મૂર્તિ મૂકવાની માંગ કરતું આવેદન પત્ર સોંપ્યુ.
તાપી જિલ્લા જે.ડી.યુ. પ્રમુખ યાકુબભાઈ દ્વારા આજરોજ સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપીને સોનગઢ ખાતે ટ્રાઈબલ કચેરીની સામેના ઓવરબ્રીજ પાસેથી પસાર થતો ઉકાઈ જતો રોડના સર્કલનું નામ આદિવાસીઓનાં અમર શહીદ એવા “ જનનાયક ટાંટયા ભીલ ” સર્કલનું નામ તથા મૂર્તિ મુકવા માંગ કરી છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, “સોનગઢ તાલુકો સંપૂર્ણ આદિવાસી બહુલ્ય વસ્તીનો વિસ્તાર ધરવે છે. છતા સોનગઢ નગરમાં એક પણ આદિવાસીઓનાં વીર ક્રાંતિકારી અમર શહિદનાઓની મુર્તિ કે સર્કલનું નામ કરણ મુકવામાં આવેલ નથી. જે ગંભીર નોંઘનીય બાબત છે. જેથી ભારતનાં સ્વતંત્રતા સેનાની, ઈન્ડિયન રોબિનહુ ડ ના નામથી પ્રખ્યાત ગણાતા આદિવાસીઓનાં લોકોનાં શોષણ મૌલિક અધિકારો. તથા અન્યાય – અત્યાચાર ખિલાફ તથા અંગ્રેજો સામે લડનારા યોદ્ધા એવા અમર શહિદ “ જનનાયક ટાંટયા ભીલ ” નામનું સર્કલ, ઉકાઈરોડ પાસે હાલ સર્કલનની કામગીરી ચાલી રહી છે. જયાં “ જનનાયક ટંટયા ભીલ ” સર્કલ નામ રાખવામાં આવે એવી અમો આદિવાસી લોકોની અમારી માંગણી અને આશા છે. જો અમારો આદિવાસીઓની વસ્તી ઘરાવતો સોનગઢ તાલુકામાં અમારી માંગ મુજબ માંગણી નહી સ્વીકારે કે નહિ થશે તો આદિવાસી સમાજનો ઉગ્ર રોષ તથા વિરોઘ રહેશે.”
આદિવાસી ખેડુત સમાજનાં પ્રમુખ પ્રિતેશ ચૌધરી દ્વારા આ સંદર્ભમાં એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે, આદિવાસી મસીહા ટાંટયા ભિલની પ્રતિમા મૂકી સર્કલનું નામકરણ થાય એ આનંદની વાત છે પણ સાથે જ જે તે વિસ્તારમાં જે તે સ્થાનિક મહાનાયકો કે જેઓ સ્થાનીય વિસ્તાર માટે મરી મિટયા છે તેઓ ને પણ યાદ રાખી તેમનો આદર કરી તેઓના નામે પણ સ્મારકો ઊભા કરવા જોઈએ.