તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલની ઇમારતનું ઘણાં લાંબા સમયબાદ નવીનીકરણનું કામ શરૂ કરાયું : કોવિડ-૧૯ની રસીના સેન્ટર તરીકે પણ પસંદગી કરાઈ છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી-તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત સરકારી રેફરલ હોસ્પિટલની ઇમારતનું ઘણાં લાંબા સમયબાદ નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.આ હોસ્પિટલની કોવિડ-૧૯ ની રસીના સેન્ટર તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. રાજ્યનાં આરોગ્ય વિભાગ તરફથી તાલુકા મથક માંગરોળ ખાતે અદ્યતન સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલની ઇમારત પણ અદ્યતન બનાવવામાં આવી છે. તીસ પથારી ધરાવતી હોસ્પિટલ છે.જેમાં બાળરોગ, સ્ત્રીરોગ, જનરલ ફિઝિશયન, દાંત સારવાર વિભાગ, આંખ સારવાર,એક્ષ-રે,લેબ. સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવેલી છે. પરંતુ આ ઇમારતનું નવીનીકરણ કરવાની તાતી જરૂરિયાત હતી. આખરે આ હોસ્પિટલની ઇમારતનું કલર કામ સહિતની નવીનીકરણ ની કામગીરી તાજેતરમાં શરૂ કરી દેવામાં આવી છે. વળી આરોગ્ય વિભાગે આ હોસ્પિટલનો કોવિડ-૧૯ ની રસીના સેન્ટર તરીકે પસંદગી કરી છે. આમ આ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવતાં પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.