ડાંગ વહીવટી તંત્ર થયું એલર્ટ બર્ડ ફ્લૂનો એક કેસ આવ્યો પોઝિટિવ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના બાદ બર્ડ ફ્લૂ ના એંધાણ સાથે જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામેની સાઇડે જંગલ વિસ્તારમાં કાગડા મૃત હાલતમાં મળી આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો જેને લઈને વઘઇ તાલુકા મામલતદાર, પશુપાલન અધિકારી, અને વન વિભાગ તુરંત ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી બે કાગડા ના મૃતદેહ ને તપાસ અર્થે ભોપાલ મોકલાયા હતા જ્યારે આ કાગડાઓના મોતને લઈને વહીવટી તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નજીકના પોલટ્રી ,મરઘાં ઉછેર,અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા તમામની મુલાકાત લઈ સર્વે હાથ ધર્યો હતો. થોડા દિવસ પછી ભોપાલ ખાતે મોકલેલ મૃત કાગડાઓના રિપોર્ટ માંથી એક કાગડાનો રિપોર્ટ પોઝેટિવ આવતા હવે ડાંગ જિલ્લામા બર્ડ ફલૂ નો પગ પેસારો જોવા મળી રહ્યો છે જ્યારે એક કાગડા નું મોત બર્ડ ફલૂ ના કારણે થયું હોવાનો રિપોર્ટ પોઝેટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર એલર્ટ થયું છે એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારને કલેક્ટરે પ્રતિબંધિત ક્ષેત્રો ઘોષિત કર્યા છે. પશુપાલન વિભાગની ટીમે જ્યાંથી બર્ડ ફ્લૂથી મોતને ભેટેલા પક્ષીઓ મળી આવ્યા છે તે વિસ્તારમાં સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે અને સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પશુ વિભાગ ની ટીમે મરઘા ઉછેર અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ માલીકોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.આ અંગે પશુપાલન વિભાગના અધિકારી હર્ષદભાઈ ઠાકરેએ જણાવ્યુ હતું કે, એક કિલોમીટર ની ત્રીજયામાં મુલાકાત લીધી છે અને સર્વે ની કામગીરી કરી છે. હાલ તો કોઈ એવી ગંભીર પરિસ્થિતી જોવા મળી નથી.જ્યાં કાગડાના મરણ થયેલા છે ત્યાં પણ મુલાકાત લઈ કાર્યવાહી કરવામાં આવી છે.