તા. ૧૬મી જાન્યુઆરીએ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ૪૦૦ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી મૂકાશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાં સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ અભિયાનનો તારીખ ૧૬મી થી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, DDO હિતેશ કોયાના માર્ગદર્શન મુજબ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ૪૦૦ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી મૂકાશે. તેમજ સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાના કુલ ૪૬૮૦ આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે. જેમાં બારડોલી તાલુકામાં ૧૦૩૭, મહુવામાં ૧૦૮૭, ચોર્યાસીમાં ૧૭૯૮ અને ઓલપાડ તાલુકામાં ૭૫૮ આરોગ્યકર્મીઓનો સમાવેશ થાય છે. રસીકરણની પ્રક્રિયા દરમિયાન દરરોજ ૧૦૦ની સંખ્યામાં અગ્રીમ હરોળના કોરોના યોદ્ધા આરોગ્ય સેનાનીઓ રસી અપાશે.રસીકરણ કેન્દ્રો પર ફરજ બજાવનાર મેડિકલ ઓફિસરો , આરોગ્ય કર્મચારીઓ અને મદદકર્તા સ્ટાફને તાલીમબદ્ધ કરાયા છે. સ્વદેશી કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત છે, છતાં કોઈપણ આડઅસરને પહોંચી વળવા તંત્ર સાબદુ છે. અન્ય વિભાગો તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએ શન, ઈન્ડિયન પીડિયાટ્રિક્સ એસોસિએશન તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ પણ રસીકરણ અભિયાન માં સહયોગી બની છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરીની નિગરાની હેઠળ જિલ્લા આર.સી.એચ. ઓફિસરો, જિલ્લા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, સુરત જિલ્લામાં બારડોલી તાલુકા મથકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસી તાલુકાના મોહિણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ઓલપાડના સાંધિયેર પ્રા.આરોગ્ય ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહેશે. આ પ્રત્યેક રસીકરણ કેન્દ્ર પર ૧૦૦ આરોગ્ય કર્મીઓને રસી અપાશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other