તાપી : કુકકરમુંડામાં રેન્જ આઈજીની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપનો સપાટો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : સુરત આર.આર. સેલની ટીમે બાતમીના આધારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના સદગવાન ગામ પાસેથી ટેમ્પો સાથે 8,03,750/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
સુરત રેન્જ આઇજીની સ્પેશ્યલ ઓપરેશન ગૃપને મળેલી ખાનગી બાતમીના આધારે, એક આઇસર ટેમ્પો નંબર GJ-DHT-8640 માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પનો ચાલક શાહાદા પ્રકાશ થઈ તળોદા તરફ આવી રહેલ છે. જેવી માહિતી મળતાં આર.આર. સેલ અને પોલીસના માણસો તથા પંચોના માણસો ખાનગી વાહનમાં બેસી પિશાવાર ગામ તરફ જવા રવાના થયા હતા. ત્યાર બાદ કુકરમુંડા તાલુકાના સદગવાણ ગામના બસ સ્ટેશન પાસે આવી વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન બોપરના 1:30 કલાકે ટેમ્પો આવતા ટેમ્પોને રોકી અંદર તપાસ કરતા ચીમડી તથા તાડ પતરીની આડમાં બોક્ષ ગોઠવેલ હોય, જેમાં ભારતીય બનાવટનો કિંમત રુ. 8,03,750/-નો વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ (૧) મનુભાઈ પરમાર ઉ.વ. 32. રહે, હસલા, તડવી ફળિયું તા. જી. દાહોદ. (૨) નગીનભાઈ ખરાડ ઉ.વ. 31 રહે. રાતીગર ફળિયું સીમાલીયા ખુર્દ તા. જી. દાહોદ. જ્યારે ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ (૧) દિનેશભાઇ ગોટિયાભાઈ ખરાડ (રાતીગર ફળિયું સીમાલીયા ખુર્દ તા. જી. દાહોદ) અને (2) ફિરોજભાઈ (રહે,બોરસદ) ને વોંટેડ જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વધુ તપાસ તાપી જીલ્લા હેડ કવાટરના ડેપ્યુટી એસ.પી. એસ.કે. રાય કરી રહ્યા છે.