ડાંગ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોને રમતગમતની કીટ વિતરણ કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર વિધાનસભાના પંટાગણમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ નો કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ફેસબુક લાઈવના માધ્યમથી ઉદભોદન કર્યું જે રાજ્યના તમામ તાલુકાઓમાં નિહાળવામાં આવ્યું.
ત્યારબાદ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના રમત ગમતના સાધનોની કીટ વિતરણ કરવામાં આવી જે કાર્યક્રમ અંતર્ગત અત્રે ના ડાંગ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં મહાનુભાવોના હસ્તે સ્ટેજ પર તાલુકા દીઠ પાંચ કેન્દ્રોને રમતગમત ની કીટ વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે ભાજપા અધ્યક્ષ શ્રી દશરથભાઇ પવાર આવા ગામ પંચાયતના સરપંચ શ્રી હરિરામભાઈ સાવંત ,પૂજ્ય ગાંડા કાકા, પી.પી. સ્વામીજી અને ડાંગ યુવા કેન્દ્રના વાલી શ્રી સંજયભાઈ પાટીલ સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જિલ્લા સંયોજક શ્રી નકુલભાઈ જાદવ એ કર્યું હતું બાકી રહેલ મંડળોને અગામી સમયમાં ગામેં ગામ જઇ કીટ વિતરણ કરવામાં આવશે