સુરત જિલ્લા પંચાયતની માંગરોળ બેઠકમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકોનાં ઇચ્છુંક ઉમેદવારોને ભાજપે સાંભળ્યા : સ્વચ્છ પ્રતિસ્થા અને પક્ષને વફાદાર રહેનારને ટીકીટમાં અગ્રિમતા અપાશે : ભરતભાઇ પટેલ
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયતની માંગરોળ બેઠકમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતની બેઠકોનાં ઇચ્છુંક ઉમેદવારોને ભાજપે સાંભળવા માટે તાલુકાના વેલાછા ખાતે આવેલા મગેશ્વર મંદિર ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં સંયોજક ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છ પ્રતિસ્થા ધરાવનાર અને પક્ષને વફાદાર રહેનાર ઉમેદવારને ટીકીટ આપવામાં અગ્રિમતા અપવામાં આવશે એમ જણાવ્યું હતું. રાજ્યભરમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકા અને મહાનગરપાલિકા ની ચૂંટણીઓ હવે બીલકુલ નજીકમાં છે. ત્યારે ભાજપ તરફથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગરૂપે ઉપરોક્ત બેઠક રાખવામાં આવી હતી. માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં તાલુકા પંચાયતની માંગરોળ, લીબાડા, લુવારા, કોસાડી,ગીજરમ બેઠકોનો સમાવેશ થાય છે.આ બેઠકમાં ભરતભાઇ પટેલ, અનીલભાઈ શાહ, મુકુંદભાઈ પટેલ, એડવોકેટ મીનાક્ષીબેન મહિડા વગેરે હાજર રહ્યા હતા. અને ચૂંટણી પ્રશ્ને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
