રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે માંગરોળ તાલુકાનાં ૯૭ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર જતાં ફિલ્ડ કામગીરી ઉપર થનારી ભારે અસર : વેક્સિન આપશે પણ નહીં અને લેશે પણ નહીં

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે માંગરોળ તાલુકાનાં ૯૭ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર જતાં ફિલ્ડ કામગીરી ઉપર ભારે અસર થશે, સાથે જ આ કર્મચારીઓ વેક્સિન આપશે પણ નહીં અને લેશે પણ નહીં. સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં આગામી ૧૬ મી જાન્યુઆરી થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે.ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આજે તારીખ ૧૨ મી જાન્યુઆરીનાં વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી ગઈ છે. પરંતુ વેક્સિનેશનની આ તૈયારીઓ વચ્ચે એક નવું વિઘ્ન આડે આવ્યું છે. આજે વેક્સિન ગુજરાત આવતાં જ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. માત્ર એટલું જ નહીં, કોવિડ-૧૯ અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં.જે અંતર્ગત આજે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં ફરજ બજાવતાં ૯૭ જેટલાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે.જેને પગલે આરોગ્યની ફિલ્ડ કામગીરી ઉપર ભારે અસર પડશે. જો કે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી કોરોનાના જે સેમ્પલો લેવાનાં હોય છે. એ માટે કામચલાઉ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદી મુજબ, પંચાયત સેવા હેઠળના આરોગ્ય આરોગ્ય કર્મચારીઓને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ, ગાંધીનગર દ્વારા આદેશ આપવામાં આવે છે કે, રાજ્ય સરકારને ૨૦ ડિસેમ્બર -૨૦૧૮ અને ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૦ના આવેદનપત્ર તથા ૧ જાન્યુઆરી ૨૦૨૧ ની આંદોલનની લેખિત નોટિસ, ૨૭ મી ફેબ્રુઆરી ૨૦૧૯ અને ૨૫ મી ડિસેમ્બર ૨૦૧૯ એમ બે હડતાળના સમાધાનપત્રો થયા હોવા છતાં અને અગ્ર આરોગ્ય સચિવ સાથે ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ ની બેઠકમાં સાનૂકુળ પ્રતિભાવ ન મળતા ના છૂટકે મહાસંઘને સરકાર સામે આંદોલન અંગેના જડબેસલાક કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડી છે. જેથી ‘આર યા પાર’ના સંકલ્પ અનુસાર ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે. જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓએ પાલન કરવા જણાવવામાં આવે છે.જે અંતર્ગત તારીખ ૧૨ નાં ગાંધીનગર,સત્યાગ્રહ છાવણી ખાતે સવારના ૧૧-થી ૪ વાગ્યા સુધી ધરણા અને ઉપવાસઉપર બેસશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other