તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ પતંગ ચગાવવા પર પ્રતિબંધ : આગામી ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને રાજ્ય સરકારે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

નેટ ઉપરથી લીધેલી તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે એક જાહેરનામા દ્વારા પતંગ ચગાવવા માટે અમુક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે મુજબ(૧) કોઇપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/ રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં.(ર) પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (Close Family Members Only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.(૩) માસ્ક વિના કોઇપણ વ્યકિતને મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે.(૪) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ/રહેણાંક સોસાયટી સંબંધીત કોઇપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી/ફલેટના સેક્રેટરી/અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમાનુસારની કાયદેસરની કાયર્વાહી કરવામાં આવશે.
(૫) મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.(૬) મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.(૭) ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યું છે.(૮) કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.(૯) નામ. સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટ તથા NGT ની સુચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુકકલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટિક દોરી વિગેરે પર પ્રતિબંધિત રહેશે. આ અંગે ગૃહવિભાગના તા. ૨૯/૧૨/૨૦૨૦ નાં પત્ર ક્રમાંક: વિ-૨/ડી.એસ.એમ./૧૩૨૦૧૬/હા.કો.૦૨(પા.ફા.) થી અપાયેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. (૧૦) COVID-19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની જાહેર કરવામાં આવેલ જાહેરનામા/માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.(૧૨) ગૃહવિભાગના તા.૦૯/૧૦/૨૦૨૦ના હુકમ ક્રમાંકઃ વિ.૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી આપવામાં આવેલ દિશાનિર્દેશોનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપરોક્ત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ રાખવાનું રહેશે તથા જરૂરિયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ Surveillance રાખવાનું રહેશે. ઉપરોક્ત સૂચનાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ The Disaster Management Act, 2005 તેમજ The Indian Penal Code, 1860ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૭/૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *