તાપી : સોનગઢનાં કીકાકુઇ ગામની સીમમાંથી ઓપરેશન ગ્રુપ સુરતની ટીમ દ્વારા રૂપિયા 1,16,000નાં વિદેશી બ્રાન્ડનો દારુ ભરેલ વેગન આર ગાડી ઝડપી : એક ઝડપાયો : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામની સીમમાંથી પસાર થતા ને. હાઈવે પરથી બાતમીના આધારે ઓપરેશન ગ્રુપ સુરતની ટીમ દ્વારા રૂપિયા 1,16,000નાં વિદેશી બ્રાન્ડનો દારુ ભરેલ વેગન આર ગાડી ઝડપી પાડી, એક આરોપીની અટક કરવામાં આવી જ્યારે એક ને વોન્ટેડ જાહેર કરાયો છે.
સુરત ઓપરેશન રેન્જ ગ્રુપના એ.એસ.આઇ. મહાદેવભાઇ કિશનરાવ તેમજ બીપીનભાઈ મહેન્દ્રને બાતમી મળી હતી કે વેગેન આર ગાડી મારૂતિ વેન નંબર જી.જે. 05 BZ 0940માં મહારાષ્ટ્ર થી ગુજરાત માં વિદેશી દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે જે અંગેની બાતમીના આધારે સુરત ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ. મહાદેવભાઇ તેમજ બીપીનભાઈ મહેન્દ્રને બાતમી મળતા પેટ્રોલિંગમા હતા જે અરસામાં સામેથી આવતી શંકાસ્પદ વેગેન આરને થોભાવતા પોલીસને ઉભા જોઇ ચકમો આપી ભાગી ગયા હતા પરંતુ તેમનો પીછો કરતા કીકાકુઇ હાઈવેથી કેલાઈ જતા રસ્તા ઉપર ટર્ન કાપતા ગાડી ઝાડ સાથે અથડાઇ જતા આરોપી નાસી ગયો હતો. જ્યારે અન્ય એક ગાડીમાં ફસાઈ જતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
જે ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટની વ્હિસ્કી તેમજ બિયરની ટીન નંગ 1340 જેની કિંમત એક લાખ સોળ હજાર બસો પચાસ તથા મારૂતી વેગેન આર ગાડીની કિંમત બે લાખ મળી કુલ રૂ 3,16,750/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તથા આરોપી હિતેશ યશવંત બળગે રહે. અમરાવતી મહારાષ્ટ્રની અટક કરી છે. જ્યારે બીજા આરોપી કિશન રહે. સુરત જેને વોન્ટેડ જાહેર કરાયો હતો.