માંગરોળ તાલુકાની કોસંબા પોલીસે તાલુકાનાં નંદાવ ગામની સીમમાંથી ૬૬,૨૦૦ રૂપિયાનાં વિદેશી દારૂ સાથે બે ની અટક, અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની કોસંબા પોલીસ મથકનાં P.I. વી.કે.પટેલ, અન્ય જવાનો હિમાંશુભાઈ રશમીકાંત, અરવિંદભાઈ જોકટાભાઈ, ભરતસિંહ રણજીતભાઈ ભુપેન્દ્રભાઈ સતીષભાઈ વગેરે ટીમને બાતમી મળી કે નંદાવ ગામની સીમમાં ONGC વેલ પાસે ખુલ્લી જગ્યામાં ભરણગામનાં મુકેશ અર્જુન વસાવા, પોતાનાં વાહનમાં વિદેશીદારૂની પેટીઓ ઉતારી રહ્યો છે. અને વેચાણની તૈયારી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ બાતમી વાળા સ્થળે પોહચી ગઈ હતી.પોલીસ પોહચી એટલે મુકેશ અર્જુન વસાવા પોતાની ડસ્ટર કાર જીજે-૧૯-એએફ-૯૬૨૭ લઈને ફરાર થઈ ગયો હતો. સ્થળ ઉપર પોલીસે ચેક કરતાં ૪૨૯ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત ૬૬,૨૦૦ રૂપિયા થાય છે. જ્યારે પકડાયેલ સુજાન ઉર્ફે સૂર્યો જેઠાભાઇ વસાવા, રહેવાસી મહુવેજ અને નવીનભાઈ ભાઈલાલભાઈ વસાવા, રહેવાસી ભરણ ની અંગ જડતી લેતા ૧૫ હજારની કિંમતના બે મોબાઈલ મળી આવ્યા હતા.જ્યારે ૬૫ હજાર રૂપિયાની કિંમતની બે મોપેડ મોટરસાયકલ મળી કુલ ૧,૪૬,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્યસૂત્ર ધાર મુકેશભાઈ અર્જુનભાઇ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ હાથ ધરી છે.