માંગરોળ પોલીસ પેટ્રોલીંગમાં હતી, ત્યારે વસરાવી-ચાંદરીયા માર્ગ ઉપરથી ત્રણ શખ્સોની પૂછપરછ કરતાં કતલ માટે ગયો ભરવા જતાં હોવાનું બહાર આવ્યું : ત્રણની અટક, અન્ય બે ને વોન્ટેડ જાહેર કરાયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી પોતાનાં સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગમાં વસરાવી-ચાંદરીયા વિસ્તારમાં હતા. તે દરમિયાન રાત્રીનાં ત્રણ વાગ્યે, મોટર સાયકલ જીજે-એકે-૮૭૩૦ ઉપર ત્રણ શખ્સો હમજા ઇલ્યાસ ખૂણાવાળા, જુનેદ યુસુફ ગંગાત અને આસિફ યુસુફ ભુલા, આ તમામ રહેવાસી કોસાડી, તાલુકા માંગરોળનાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. એમની કડક પૂછપરછ કરતાં, જણાવ્યું કે કોસાડી ના સુલેમાન ઇસ્માઇલ મમજી અને ઉઝેફા ઇકબાલ રંદેરાઓમાંથી સુલેમાન ઇસ્માઇલ મમજીનાં કહેવાથી છોટા હાથી ટેમ્પાની પાછળ આવવાનું કહેતાં આ ત્રણ શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ જણાવ્યું કે એમણે વસરાવી કે ચાંદરીયા ગામેથી ગાયો ભરવાની છે. જેની મજૂરી પેટે ૨૦૦-૨૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. જેથી એમનાં કહેવાથી અમો આવ્યા હતા. જેથી પોલીસે ત્રણ શખ્સોની અટક કરી છે. જ્યારે સુલેમાન ઇસ્માઇલ મમજી અને ઉઝેફા ઇકબાલ રંદેરા ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસનું માનવું છે કે કોસાડી ખાતે ગાયોની કતલ કરવાની હોય, આ શખ્સો આ વિસ્તારમાં ગાયો લેવા માટે આવ્યા હતા. હાલમાં પોલીસે ઉપરોક્ત પાંચ શખ્સો સામે FIR દાખલ કરી, વધુ તપાસ શરૂ કરી છે.