સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કઠોર પ્રાથમિક શાળામાં યોજાઈ : જે શિક્ષકો અન્ય સંગઠનમાં જોડાયા છે, તેઓને સંઘમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કારોબારી સભામાં કરાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કઠોર પ્રાથમિક શાળા ખાતે સંઘના પ્રમુખ કીરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી. કાર્યક્રમની શરૂઆત મૌન પાળીને તેમજ દીપ પ્રાગટ્ય કરીને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કારોબારી સભામા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઈ પટેલ, પ્રફુલચંદ્ર પટેલ, રીનાબેન, પુષ્પાબેન પંડ્યા અનિલભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઇ ચૌધરી , એરિકભાઈ ખ્રિસ્તી, ઇમરાનખાન પઠાણ, દિનેશભાઇ સોલંકી ચેતનભાઈ પ્રજાપતિ દિનેશભાઈ ભટ્ટ, મોહનસિંહ ખેર, દરેક તાલુકા સંઘના પ્રમુખ – મહામંત્રી સોસાયટીના પ્રમુખ -મંત્રી જિલ્લા સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. શાબ્દિક સ્વાગત કામરેજ તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઇ પટેલે કર્યું હતું. કઠોર શાળામાં ખૂબ સુંદર બાગ બગીચા બનાવવા બદલ તેમજ દેખરેખ રાખવા બદલ કાન્તીભાઈ પટેલનું પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા બદલ શિક્ષિકા બેન ડો અલ્પાબેન ગોસ્વામીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ગત સભાનું પોસીડીંગ વાંચી સંભળાવ્યું હતું. પ્રમુખ કિરીટભાઇ પટેલે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા બાળકો સુધી પહોંચાડવા અંગે જણાવ્યું કે શિક્ષકો ખૂબ સારૂં કામ કરે છે. પરંતુ જેટલી સફળતા મળવી જોઈએ એટલી મળી નથી. એચ. ટાટ. ના આર આર પણ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે એમ જણાવ્યું હતું. ઉચ્ચતર પગાર ધોરણ ચકાસણી એકમ ગાંધીનગર વધુ સર્વિસ બુક સ્વીકારવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. અન્ય સંગઠનમાં જે શિક્ષકો જોડાયા છે તેઓને સુરત જિલ્લા સંઘના સભ્યપદેથી સસ્પેન્ડ કરવા કારોબારીમાં ઠરાવ કરવામાં આવ્યો હતા. અને હવે પછી કોઈ અન્ય સંગઠનમાં જોડાશે તો તેઓને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. તે અંગેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય મુદ્દાઓની ચર્ચા કરવા માં આવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સ્થાપનાને સો વર્ષ થાય છે. ત્યારે શતાબ્દી મહોત્સવ ઉજવવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિવૃત થનાર શિક્ષકોના પેન્શન કેસ, અને જૂથ વીમા પ્રશ્ને પણ વાત ચર્ચા કરવામાં આવી હતી. આભારવિધિ પ્રફુલભાઈ પટેલે કરી હતી. કામરેજ તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, મહા મંત્રી સીરાજભાઈ મુલતાની દ્વારા ખૂબ સુંદર સેવા આપવામાં આવી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતુ. એમ પ્રચાર પ્રસાર મંત્રી વિજય પટેલ, ઇમરાનખાન પઠાણે જણાવ્યું છે.