તાપી : ભારત વર્ષના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઇ ફૂલેજીની જન્મ જયંતિની ઉજવણી વ્યારા ખાતે કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા. 3જી જાન્યુઆરીનાં રોજ ભારત વર્ષના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઇ જ્યોતીરાવ ફૂલેજીની 190મી જન્મ જયંતિનો કાર્યક્રમ તાપી જીલ્લાના વડા મથક વ્યારાનાં વોર્ડ નં. 2, ફડકેનિવાસ ખાતે આવેલ માતા સાવિત્રીબાઇ ફુલે સ્માર્ટ આંગણવાડી ખાતે રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જીલ્લા ભાજપ સંગઠનનાં મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, ભરત બથવાર, વિજયભાઈ ચૌહાણ, ગોપાલભાઈ સામુદ્રે, તથા સોનગઢ નગરપાલિકાનાં પાણી સમિતિનાં ચેરમેન કૌશિકભાઈ કેદાર અને ડૉ. ગણેશ ખૈરે હજાર રહ્યાં હતાં.
દિપ પ્રાગટય બાદ મહાનુભાવોએ તથા વિક્રમભાઈ તરસાડીયા અને બહુજન સમાજની બાળા કુ. શ્રધ્ધા સાહેબરાવ માળીએ પ્રસંગને અનુરૂપ માતા સાવિત્રીબાઇ ફુલે વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.
ભરતભાઈ બથવાર તરફથી માતા સાવિત્રીની સંઘર્ષગાથા રજૂ કરતી ફિલ્મ (ચલચિત્ર) પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા ઉપર બાળકો સાથે હાજર રહેલ વાલીગણ તથા મહેમાનો સહિત શ્રોતાગણને બતાવી હતી તથા આંગણવાડી ફડકેનિવાસની બાળાઓ તથા બાળકોને કંપાસ, પેન્સીલ તથા સ્ટેશનરીની ભેટ આપવામાં આવી હતી.
માળી સમાજ વ્યારા તરફથી આંગણવાડી વર્કર બહેનોને માતા સાવિત્રીનો ફોટો ભેટ આપવામાં આવેલ અને વિક્રમભાઈ તરસાડીયા તરફથી ઉપસ્થિત તમામને નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સામાજિક કાર્યકર હેમંતભાઈ વી. તરસાડિયાએ કર્યુ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other