નવ હજાર કરોડનો ધંધો કરતી, સુરત ડી. કો. બેંકનાં વહીવટ માટે સાંસદ-ધારાસભ્યો પણ મેદાનમાં, આગામી તારીખ ૨૮ મી એ યોજાનારી ચૂંટણી, પ્રથમ દિવસે જ ૪૯ ફોર્મ મુરતિયાઓ લઈ ગયા, ભાજપ પ્રેરિત સહકાર પેલનલની જાહેરાત, જેમાં માંગરોળનાં દિલીપસિંહ રાઠોડનો કરાયેલો સમાવેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નવ હજાર કરોડ નો ધધો કરતી, સુરત ડી.કો. બેંકનાં વહીવટ માટે સાંસદ સભ્યો અને ધારાસભ્યો પણ ચૂંટણી મેદાનમાં આવ્યા છે.કુલ ૧૮ બેઠકો માટે સુરત સીટી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. જાહે રનામું પ્રસિધ્ધ થયા બાદ ગઈકાલે પ્રથમ દિવસે જ ૪૯ ઉમેદવારીપત્રો ચૂંટણી મૂર્તિયાઓ લઈ ગયા છે. આગા મી તારીખ ૮ મી જાન્યુઆરીએ ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે.અને તારીખ ૧૩ મી જાન્યુ આરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો દિવસ છે.ત્યારે ચૂંટણીનું સ્પષ્ટચિત્ર બહાર આવશે.જ્યારે આગામી તારીખ ૨૮ મી એ મતદાન થનાર છે.,પ્રથમ દિવસે જ ૪૯ ફોર્મ મૂર્તિ યાઓ લઈ ગયા છે.જ્યારે ભાજપ પ્રેરિત સહકાર પેનલની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં માંગ રોળનાં દિલીપસિંહ રાઠોડનો માંગરોળ-ઉમરપાડા બેઠક ઉપર થી ચૂંટણી લડવા પસંદગી કરાઈ છે.ગત ટર્મમાં પણ દિલીપસિંહ રાઠોડે ડિરેકટર તરીકે સેવા આપી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક છે.જેનો વાર્ષિક ધધો નવ હજાર કરોડ રૂપિયા છે.જેથી વહીવટ કરવા માટે અનેક મૂર્તિયાઓ મેદાનમાં આવ્યા છે. મત દારયાદી પ્રશ્ને વાંધા માટે કુલ ૮૧ અરજી ઓ આવી હતી.જેમાંથી ૫૬ અરજીઓ મંજુર કરવામાં આવી છે.જ્યારે ૨૦ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.બારડોલી વિસ્તારનાં સાંસદ પ્રભુદાસ વસાવા એ તાપી મોટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળીના પ્રમુખ નરેન્દ્રસિંહ ભીમસિંહ મહીડા,સુરત ડી.કો.બેંકનાં પગારદાર કર્મચારી હોય, મતદાર તરીકે દૂર કરવા માંગ કરી હતી.પરંતુ સીટી પ્રાંત અધિકારીએ આ વાંધા અર જી નામંજૂર કરી,સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્રસિંહ એ બેંકમાંથી રાજીનામુ મૂકી દીધું છે.