માંગરોળ તાલુકામાં કપાસનો પાક તૈયાર, ખેડૂતો દ્વારા કપાસ વણાવવાની કામગીરી શરૂ, પરંતુ ખાનગી વેપારીઓ ૪૭૦૦ થી ૫૦૦૦ કીવન્ટનાં ભાવો આપે છે, જ્યારે ટેકાનો ભાવ ૫૮૦૦ રૂપિયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ સહિત સમગ્ર માંગરોળ તાલુકા માં કપાસનો પાક તૈયાર થઈ ગયો છે.હાલમાં ખેડૂતો પોતાનાં ખેતરમાંથી કપાસ વીણાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.ચાલુ વર્ષે ચોમાસાની મૌસમ નિયત સમય કરતાં લેટ શરૂ થઈ,જેથી ખેતી કરવામાં અનિયમિતતા ઉભી થઇ,વળી પાછળ થી કમોસમી વરસાદ પડવાથી ખેડુતોને ખેતીનાં પાકોમાં ગણું નુકશાન વેઠવાનો વખત આવ્યો હતો.જો કે સરકારે ખેડૂતો પ્રત્યે લાગણી વ્યક્ત કરી, ખેતીનાં પાકોને જે નુકશાન થયું હોય તેનું સર્વે કરાવી, સર્વેને આધારે ચૂકવવા પાત્ર સહાય ચૂકવી ખેડૂતોને મદદરૂપ થવાનો સરકારે પ્રયાસ કર્યો છે.જો કે હાલમાં ખેડૂતોનાં કપાસનાં પાકોનો ભાવ ખાનગી વેપારીઓ ૪૭૦૦ થી ૫૦૦૦ રૂપિયે પ્રતિ કવીન્ટ ખરીદી રહ્યા છે.જ્યારે સરકારનો પ્રતિ કવીન્ટ લેવીનો ભાવ ૫૮૦૦ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે.પરંતુ સરકાર દ્વારા ખરીદી માટેનાં સેન્ટરો ગણા ઓછા હોય, ખેડૂતો ને પોતાનાં પાકો સેન્ટર સુધી પોહચાડવામાં ભારે મુશ્કે લી પડતી હોય,ખેડૂતો ખાનગી વેપારીઓને ઓછા ભાવે કપાસ વેચી રહ્યા હતા.વળી ચાલુ વર્ષે મોસમની અનિયમિતતાને પગલે કપાસનો જે વજન અને ક્વોલિટી હોવી જોઈએ એ પણ ન હોવાથી ભાવો ઓછા મળી રહ્યા છે.