પેટ માટે કરવી પડે છે અનેક વેઠ : સમગ્ર પરિવાર બાપદાદાનાં વખતથી બહારૂપીનાં વ્યવસાયમાં કાર્યરત છે : જો કે કોરોનાં મહામારીની અસર એમને પણ નડી છે
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પોતાનાં પરિવારનો જીવન નિર્વાહ ગુજારવા માટે, લોકો એ કહેવત છે કે પેટ માટે વેઠ કરવી પડે છે. પરંતુ આખે આખો પરિવાર અને તે પણ બાપદાદાના સમયથી બહારૂપીનાં વ્યવસાયમાં છે. આજે તારીખ ૨જી જાન્યુઆરીનાં રોજ માંગરોળ તાલુકાની ઝંખવાવ બજાર ખાતે સંજયભાઈ રમેશભાઈ બહારૂપી બજાર માં બહારૂપી બનીને ઘરે ઘરે અને દુકાને દુકાને ફરી રહ્યો હતો. અને પોતે ધારણ કરેલી વેશભૂષા નો લોકોને આનંદ આપી પોતાનાં જીવન નિર્વાહ માટે પેસા લઈ રહ્યો હતો. સંજયભાઈને આ અંગે પૂછતાં એમણે જણાવ્યું કે અમારો આખો પરિવાર બાપદાદાના વખત થી આ ધધામાં પડયું. અમોએ સુરત જિલ્લાના બાર ડોલીને અમારી કર્મભૂમિ બનાવી લીધી છે.સુરત જિલ્લાના ગામોમાં જઇ વિવિધ વેશભૂષાના રોલ ભજ વી લોકોને આનંદ આપી અમારૂ ગુજરાન ચલાવી એ છીએ. લોકડાઉન પહેલાં એક એક ગામે પાંચ થી છ દિવસ વિવિધ વેશભૂષાનાં રોલ ભજવતાં હતા. પરંતુ કોરોનાં મહામારીની અમારા ધધા ઉપર પણ અસર પડી છે. હાલમાં અમો એક ગામમાં એક જ વેશભૂષાનો રોલ ભજવી રહ્યા છે.