ગુજરાત રક્ષાનાં અહેવાલનો પડઘો : કુકરમુંડા તાલુકાનું વહિવટી તંત્ર બોરીકુવા સુધ લેવા પહોચ્યું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : મહારાષ્ટ્રના અક્કલકુવાથી કોઇ પણ પ્રોસિજર વિના જ છોડાતા દૂષિત પાણીની ગટર તાપીના કુકરમુંડા તાલુકાના બોરીકુવા થઈને સાતથી વધુ ગામોમાંથી વહે છે . જેમાંથી પારાવાર દુગંધ જનઆરોગ્ય માટે ખતરારૂપ બની ચૂકી હોવાથી જે અંગેનો સવિસ્તાર અહેવાલ પ્રાથમિક શાળા તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સીનાં બોર્ડના ફોટા સહિત ગત સોમવારનાં રોજ ગુજરાત રક્ષા અખબારે પ્રશિદ્ધ કરતા જ તાલુકાનું વહિવટી તંત્ર આળશ ખંખેરીને દોડતું થયું હતું અને ગ્રામજનોનાં નિવેદનો નોંધીને કામગીરી કર્યાનો દેખાડો કર્યો હતો.
મંગળવારના રોજ કુકરમુંડા તાલુકા તંત્ર બોરીકુવાની મુલાકાત લઈને મંદિર ખાતે માસુમ બાળકો , વૃદ્ધો સહિત ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. મચ્છર-માખીના ઉપદ્રવ વચ્ચે બીમારીનો આક્રોશ ઠાલવી ગ્રામજનોએ તાત્કાલિક ગટરના દુર્ગંધ મારતાં પાણીથી છુટકારો અપાવવા ધારદાર રજુઆત કરી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારની આજુબાજુ આવેલા ગામોમાં પણ આ પાણીનો પ્રવાહ વહેતો હોય મોટાપાયે આ વિસ્તારમાં જન આરોગ્ય સામે ગંભીર ખતરારૂપ બની ગયેલ આ સમસ્યા અંગે સ્થાનીક ગ્રામ પંચાયત, ચુંટાયેલ જન પ્રતિનિધિઓ એ આંખ આડા કાન કર્યે રાખ્યાં હતાં.