માંગરોળ પોલીસ ફાર્મ હાઉસ ચેક કરતી રહી અને તસ્કરો માંગરોળ બજારમાં આવેલી દુકાનને નિશાન બનાવી ત્રણ લાખ રોકડા ચોરી ગયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ૩૧મી ડિસેમ્બરને લીધે માંગરોળ પોલીસ ગત રાત્રી દરમિયાન ફાર્મહાઉસ ચેક કરી રહી હતી, ત્યારે તાલુકા મથક માંગરોળની બજારમાં આવેલી મહાવીર પ્રોવીઝન સ્ટોરને નિશાન બનાવી ગલ્લામાં મુકેલા ત્રણ લાખ રૂપિયા રોકડા ચોરીને લઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાની મૌસમ શરૂ થાય એટલે માંગરોળ પંથકમાં ચોરીઓનો સિલસિલો ચાલે છે. માંગરોળ મુખ્ય બજાર માં આવેલી ઉપરોક્ત દુકાનનો નીચેનાં ભાગનો પથ્થર તોડી સત્તર તોડી દુકાનમાં પ્રવેશ કરી, દુકાનમાં મુકેલા ગલ્લા તોડી રોકડા ત્રણ લાખ રૂપિયા ચોરીને લઈ ગયા છે. જો કે ચોરોએ નાની નોટો ને હાથ પણ લગા ડ્યો નથી. આ અંગેની જાણ દુકાન માલિકને સવારે થતાં એમણે દુકાન ઉપર આવી, આ અંગે માંગરોળ પોલીસ ને ટેલિફોનિક અને ત્યારબાદ પોલીસ મથકે રૂબરૂ જઈ ચોરી અંગેની જાણ કરી હતી. પરંતુ જાણ કર્યા પછી ત્રણ કલાક પછી પણ પોલીસ ઘટનાં સ્થળે આવી શકી ન હતી.જે સ્થળે બનાવ બન્યો ત્યાંથી પોલીસ મથક દોઢ કિલોમીટર દૂર આવેલું છે. માંગરોળ પોલીસ હવે રાત્રી પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી માંગ વેપારીઓ અને પ્રજાજનોએ કરી છે.