રજુઆતનો પડેલો પડઘો : માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા આવેલી ૨૮ અરજીઓમાંથી આજે મળેલી તાલુકા સલાહકાર સમિતિની બેઠકમાં છ અરજીઓની કરાયેલી પસંદગી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા માટે પુરવઠા વિભાગે ગત તારીખ ૧૯ મી નવેમ્બરના જાહેર નામું પ્રસિધ્ધ કર્યું હતું. ત્યારબાદ ૨૮ અરજીઓ આવી છે. આ અરજીઓ પ્રશ્ને ચર્ચા કરવા માંગરોળ તાલુકા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની એક બેઠક ગઈ કાલે તારીખ ૨૮ મી ડિસેમ્બરનાં રોજ, માંગરોળ, મામલતદાર કચેરી ખાતે સાંજે ત્રણ વાગ્યે બોલાવવામાં આવી હતી. આ સમિતિનાં સદસ્યોમાં હોદાની રૂએ ધારાસભ્ય, ચીફ ઓફિસર, તરસાડી નગર પાલિકા, વહીવટદાર અને TDO, માંગરોળ, સરપંચ, માંગરોળ, તાલુકા હોમગાર્ડ યુનિટ ઓફિસર, જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન કચેરીનાં અધિકારી, માંગરોળ, નિગમ ગોડાઉન મેનેજર, તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા ઓસધ નિયમન વિભાગ, પ્રમુખ, માંગરોળ તાલુકા FPS એસોસિએશનનો સમાવેશ થાય છે. આ સદસ્યોમાંથી એક પણ સદસ્ય બેઠકમાં હાજર નહિ રહેતાં આ બેઠક મુલતવી રાખવાની માંગરોળના મામલતદારને ફરજ પડી હતી. આ બેઠકમાં એક પણ સદસ્ય હાજર ન રહેતાં આ બેઠક આજે તારીખ ૩૧ મી ડિસેમ્બરનાં રોજ બોપોરે એક વાગ્યે, માંગરોળ, મામલ તદાર કચેરીનાં સભાખડમાં માંગરોળનાં મામલતદાર ડી.કે. વસાવાનાં અધ્યક્ષસ્થાને મળી હતી. જો કે આજે દશ સભ્યોમાંથી સત સભ્યો હાજર રહેતાં આવેલી ૨૮ અરજીઓ ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી અને એમાંથી છ અરજીઓની પસંદગી કરી આ અંગેનો અહેવાલ સુરત, જિલ્લા સલાહકાર સમિતિને મોકલી આપવામાં આવ્યો છે. આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ ઉપરોક્ત છ ગામો ખાતે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો શરૂ થઈ શકશે.