૧૮ વર્ષ બાદ માંગરોળની મોસાલી પોસ્ટ ઓફીસની ઇમારતનું કરાયેલું નવીનીકરણ, કુલ ૧૨ ગામોનો સમાવેશ થાય છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે પોસ્ટ વિભાગનું પોતાની માલિકીનું મકાન આવેલું છે. આ મકાન ઉભું કરાયાબાદ તાજેતરમાં એટલે કે ૧૮ વર્ષબાદ આ ઇમારતનું નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે.આ પોસ્ટમાં તાલુકાનાં ચાર ગામો ખાતે બ્રાન્ચ પોસ્ટ ઓફી સોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ ઓફીસમાં કુલ ૧૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ માંગરોળ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ આ પોસ્ટ ઓફીસનો ઉપયોગ કરે છે. જેમાં રેફરલ હોસ્પિટલ, તાલુકા આરોગ્ય કચેરી, BSNL ની કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી,વન વિભાગની કચેરી, પોલીસ મથક, ICDS ની કચેરી, સીવીલ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગની કચેરી વગેરે કચેરીઓનો સમા વેશ થાય છે. પરિણામે કામનું ભારણ વધુ રહે છે. હાલ માં જે નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે. એમાં સમગ્ર ઇમારતમાં નવી ટાઇસો, કલરનું કામ,આગળના ભાગે પેવરબ્લોકનું કામ,ફેનસિંગનું કામ,કમ્પાઉન્ડ વોલ નું કામ વગેરે કામો કરવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફીસ ખાતે સ્ટેમ્પના વેચાણની કામગીરી અને આધાર કાર્ડનું સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે.