માંગરોળ DGVCL કચેરી ખાતે, હવે વીજ ગ્રાહકો ડીઝીટલ ઓનલાઈન પેમેન્ટ સેવાનો ઉપયોગ કરી, પોતાનાં વીજ બીલનાં નાણાં ઘેર બેઠા ભરપાઈ કરી શકશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની DGVCL ની કચેરી કાર્યરત છે. જેમાં મોસાલી, વાંકલ અને ઝંખવાવ વીજ સબસ્ટેશનો નો સમાવેશ કરવામાં આવેલો છે.સાથે જ તાલુકાનાં પચાસ કરતાં વધુ ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને કુલ ૨૫ હજાર કરતાં વધુ વીજ ગ્રાહકોનો સમાવેશ થાય છે. અગાઉ લાઈટ બીલની રકમ ગ્રામ પંચાયત અને પોસ્ટ ઓફીસમાં ભરી શકાતી હતી. જે છેલ્લા ઘણાં લાંબા સમયથી બંધ કરી દેવામાં આવતાં, હવે તમામ વીજ ગ્રાહકોએ માંગરોળ, DGVCL કચેરી સુધી લાઈટ બીલની રકમ ભરવા માટે આવવું પડે છે.ત્યારે માંગરોળ, DGVCL કચેરીએ ડીજીટલ ઓન લાઈન પેમેન્ટ સેવા શરૂ કરાતાં ગ્રાહકોમાં આનંદની લહેર પ્રસરી છે. જે સેવા શરૂ કરવામાં આવી છે એમાં નેટ બેકીંગ, DGVCL વેબસાઈટ, DGVCL મોબાઈલ એપ, ઓન લાઈન પે મેન્ટ બીલ પે મેન્ટ થ્રુ,બેંકની વેબસાઈટ, ATM/RTGS, બેંક ઓફ બરોડા, ICICI, HDFC, ઇ-વોલેટ, કેશ કાર્ડ,રૂ-પે કાર્ડ, ડેબીટ કાર્ડ, NEFT વગેરેનો સમાવેશ થાય છે.આ સેવાઓનો ઉપયોગ કરવાથી સમયનો બચાવ, ત્વરીત નાણાંની ભરપાઈ, રોકડ નાણાંની ઝંઝટમાંથી મુક્તિ સાથે સરળ કાર્યપધ્ધતિથી ઘેર બેઠા નાણાંની ચુકવણી થઈ શકશે.