માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા ૨૮ અરજીઓ : પરંતુ તાલુકા સલાહકાર સમિતિની બેઠકમાં એક પણ સદસ્ય હાજર ન રહેતાં, આગામી તારીખ ૩૧મીનાં સમિતિની ફરી બેઠક બોલાવતાં માંગરોળનાં મામલતદાર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા માટે પુરવઠા વિભાગે જાહેર નામું પ્રસિધ્ધ કર્યું હતું. ત્યારબાદ ૨૮ અરજીઓ આવી છે. આ અરજીઓ પ્રશ્ને ચર્ચા કરવા માંગરોળ તાલુકા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની એક બેઠક ગઈ કાલે તારીખ ૨૮ મી ડિસેમ્બરનાં રોજ, માંગરોળ, મામલતદાર કચેરી ખાતે સાંજે ત્રણ વાગ્યે બોલાવ વામાં આવી હતી.આ સમિતિનાં સદસ્યોમાં હોદાની રૂએ ધારાસભ્ય,ચીફ ઓફિસર, તરસાડી નગર પાલિકા, વહીવટદાર અને TDO, માંગરોળ, સરપંચ, માંગરોળ, તાલુકા હોમગાર્ડ યુનિટ ઓફિસર, જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન કચેરીનાં અધિકારી, માંગરોળ, નિગમ ગોડાઉન મેનેજર,તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા ઓસધ નિયમન વિભાગ, પ્રમુખ, માંગરોળ તાલુકા FPS એસોસિએશન નો સમાવેશ થાય છે.આ સદસ્યોમાંથી એક પણ સદસ્ય બેઠકમાં હાજર નહિ રહેતાં આ બેઠક મુલતવી રાખવાની માંગરોળના મામલતદારને ફરજ પડી હતી.હવે આ બેઠક આગામી તારીખ ૩૧ મી ડિસેમ્બરનાં રોજ બોપોરે એક વાગ્યે ,માંગરોળ, મામલતદાર કચેરીનાં સભાખડમાં રાખવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other