સોનગઢ નગરપાલિકા ખાતે ૬૨ કિલો વોટના અંદાજિત રૂપિયા ૨૭.૭૪ લાખના સોલાર પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાયું

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : સોનગઢ ખાતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પલાન્ટને સ્વયં સંચાલિત બનાવવાતથા નગર પાલિકાનું વીજભારણ ઓછુ કરવા ૬૨ કિલો વોટના અંદાજિત રૂપિયા ૨૭.૭૪ લાખના સોલાર પ્રોજેક્ટના કામોનું આજે ખાતે ગાંધીનગરથી મુખ્યમમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યુ હતુ.
ગાંધીનગર ખાતેથી સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં હકારાત્મક પ્રયાસો કરી નવીન આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે.રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે સરકાર નવી સોલર પાવર પોલીસી અમલમાં મૂકવા જઈ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે આ નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યા છે જેનાથી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. તેમ જણાવી ઉમેર્યુ હતુ કે, આ નવી પોલિસીથી ઘર વપરાશના ગ્રાહકો, ખેડૂતો, નાના મોટા ઉદ્યોગકારો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જે કોઇ વ્યક્તિને વીજ ઉત્પાદન કરવું હશે તે કરી શકશે અને પોતાના વપરાશ બાદની વીજળી તે વેચી પણ શકશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ઉપલબ્ધ સાધન સામગ્રીથી લોકોને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સોનગઢ સ્થિત સીનીયર સીટીઝન હોલ ખાતે આયોજિત સમારોહમાં નગર પાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ તથા ઉપપ્રમુખ ભાવનાબેન ગામીતે તક્તિ અનાવરણ કર્યુ હતુ. કાર્યક્રમમાં કારોબારી અધ્યક્ષ નીખીલ શેઠ, પાણી પુરવઠા સમિતીના ચેરમેન કૌશિક કેદાર,ચીફ ઓફિસર પૂર્વી પટેલ, વીજળી શાખાન અધ્યક્ષ વિનોદ ચંદ્રાત્રે સહિત પદાધિકારીઓ સોસ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other