માંગરોળનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનવિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆત રંગ લાવે છે : માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૩૪ માર્ગોના નવીનીકરણ માટે ૪૬ કરોડ મંજુર કરતી રાજ્ય સરકાર : પ્રજામાં આનંદની લહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆત રંગ લાવી છે.માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૩૪ માર્ગોના નવીનીકરણ માટે ૪૫ કરોડ અને ૯૦ લાખ રૂપિયા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવતાં આ બંને તાલુકાની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે.ઘણાં લાંબા સમયથી માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓના મુખ્યમાર્ગો તથા અન્ય માર્ગોનું નવી નીકરણ કરવાની પ્રજાજનો તરફથી રજૂઆતો કરવામાં આવતી હતી.ત્યારબાદ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા એ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને ભલામણ કરતાં માંગરોળ અને ઉમરપાડા તકુકાઓના કુલ ૩૪ માર્ગો માટે ઉપરોક્ત રકમ મંજુર કરવામાં આવી છે.જેમાં કોસંબા-નંદાવ,આસરમા-બોઈદરા, સિયાલજ એપ્રોચ,વાંકલ-આબાપારડી,કોસંબા-પાનોલી, લીડીયાત એપ્રોચ, કોસંબા-ગીજરામ, માલધા-સાગબારા, લીમોદરા એપ્રોચ, સરવણર્ફોકડી-કાલીજામર, લવેટ-ભડકુંવા, કઠવાડા-હથોડા, આમનડેરા એપ્રોચ, સાવા-મહુવેજ, ચાડળીયા એપ્રોચ, બોઈદરા-કોસમડી, પાણેથા-વાલેસા, ઝંખવાવ-અમરકુઈ, ડેગડીયા-ઝઘડિયા, આસરમા-વાસોલી, કીમ-કોસંબા, ઉમરઝર-નવગામતુડી, નવાચકરા-ગામીતફળિયું, મોલીપાડા એપ્રોચ,લીબાડા-મોટીપારડી, ભીલવાડા-નાની પારડી,વેરાવી એપ્રોચ, બોઈદરા-ભાદી, બોરીયા-ભગત ફળિયું, રટોટી-વેરાકુઈ, ડેગડીયા-ઝાંખરડા,સિયાલજ-મોટાબોરસરા, માંગરોળ-નાનીપારડી, આમલીદાબડા એપ્રોચ, પાંચઆંબા એપ્રોચ નો સમાવેશ થાય છે. આ માર્ગોના નવીનીકરણ માટે રાજ્ય સરકારે રકમની ફારવણી કરતાં આ બંને તાલુકાની પ્રજા એ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને માંગરોળ ના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યક્ત કર્યો છે.