મોસાલી બજારથી માંગરોળ સરકારી કચેરી તરફ જતા એપ્રોચ માર્ગનું નવીનીકરણ કરાયું પણ ૧૫ મીટરનો માર્ગ છોડી દેવાતા પ્રજા અને કર્મચારીઓમાં પ્રસરેલી નારાજગી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી બજારથી માંગરોળ સરકારી કચેરી તરફ જતા એપ્રોચ માર્ગનું નવીનીકરણ હાલમાં જ કરવામાં આવ્યું છે. પરંતુ આ માર્ગ પર ૧૫ મીટર નો માર્ગ છોડી દેવામાં આવતાં પ્રજાજનો અને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ માર્ગ ઉપર બાર જેટલી સરકારી કચેરીઓ આવેલી છે. જેમાં કોમ્યુનેટી હોલ,સરકારી રેફરલ હોસ્પિટલ, તાલુકા આરોગ્ય કચેરી, સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક સ્કૂલ,મામલતદાર કચેરી, સીટી સર્વેની કચેરી, મોસાલી પોસ્ટ ઓફીસ, પોલીસ મથક, સીવીલ કોર્ટ, ICDS ની કચેરી વગેરેનો સમાવેશ થાય છે. આ કચેરીનાં કામો માટે સમગ્ર માંગરોળ તાલુકાનાં ૯૨ ગામોની પ્રજા આવે છે.સાથે જ આ કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ દરરોજ આવે છે. ત્યારે આ એપ્રોચ માર્ગ ખુબ જ ઉપયોગી પુરવાર થયો છે. ત્યારે આ માર્ગ ઉપર જે કામ અધુરૂં છોડવામાં આવ્યું છે. તે પૂર્ણ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.