સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકોને ગોઝારો બન્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકોને ગોઝારો બનતો જાય છે, તેમ છતાં સ્થાનિક તંત્ર પાસે ક્રેનની વ્યવસ્થા ન હોય અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ચાલકો કમોતે ભેટી રહ્યા છે.
મળતી માહિતી મુજબ શનિવારે સવારે સંગમનેર થી અમદાવાદ તરફ કપાસનો જથ્થો ભરી જઇ રહેલ ટ્રક ન GJ02XX 6860 ની માલેગામ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટ્રક માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ કૂદી ખીણમાં ખાબકતા ટ્રક ચાલક ટ્રક નીચે કલાકો સુધી ચગડાય જઈ કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. સાપુતારા માલેગામ ઘાટ માર્ગ ઉપર છાસવારે સર્જાતા અકસ્માત મામલે તત્ર દ્વારા ગંભીરતા ન લેવાતા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે.સાપુતારા વિકાસના નામે વર્ષે કરોડો રૂપિયા ટોલ્ટેક્સ પેટે ઉઘરવાય રહ્યું છે, પરંતુ માલેગામ રેસ્ટ હાઉસ પાસે થયેલ અકસ્માત માં ટ્રક દ્રાઈવર ઇમરાન ઈબ્રાહીમ શેખનું કલાકો સુધી કપાસના ઢગમાં ફસાઈ જતા ગૂંગળાઇ મોત ને ભેટ્યો હતો. અકસ્માત સર્જાયો ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ક્રેન કે બચાવ માટે કોઈ મશીનરી ઉપલબ્ધ ન હોય તેઓ પણ લાચાર બની ગયા હતા. તંત્ર વહેલી તકે સાપુતારા માલેગામ ના આ ગોઝારા વળાંક પાસેથી અકસ્માત સમયે ક્રેન જેવા સાધનો ઉપલબ્ધ કરાવે તે જરૂરી છે.