ડાંગના અંતરિયાળ વિસ્તારના બિસ્માર માર્ગોના નવીનીકરણ માટે 30 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવતા લોકોમાં ખુશી છવાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં173 વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ માનનીય કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય વિજયભાઈ પટેલે મુખ્યમંત્રીને ડાંગના અંતરિયાળ વિસ્તારના માર્ગો નવીનીકરણ માટે રજૂઆતો કરતા 30 કરોડના માતબર ખર્ચે માર્ગો બનાવવાની મંજૂરી મળતા લોકોમાં ખુશી ની લાગણી ફેલાઇ જવા પામી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા 173 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતથી વિજય થતા રાજ્ય સરકાર પણ ડાંગના વિકાસમાં કટિબદ્ધ બન્યા છે. ડાંગ જિલ્લામાં વર્ષોથી વન વિભાગ હસ્તકના બિસ્માર માર્ગ માટે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર અને મહામંત્રીઓ કિશોરભાઈ ગાંવીત,હરિરામ સાવંત,અને રાજેશભાઇ ગામીત દ્વારા ત્રણેય તાલુકાના સ્થાનિક લોકો ની રજૂઆતને નવ નિયુક્ત ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા વન અને આદિજાતિ કેબિનેટ મંત્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆતો કરતા બિસમાર માર્ગનું નવીનીકરણ માટે 30 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવતા લોકોમાં ખુશી છવાઈ જવા પામી હતી. રાજ્યની વિકાસશીલ સરકાર દ્વારા ગામડાં ને ગાંધીનગર સાથે જોડી વિકાસ ને મહત્વનો પાસું ધરાવતા માર્ગો ના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહત્વના માર્ગોને અપગ્રેટ કરાશે તો ડાંગ ના વાંચીતોને વિકાશ ને વેગ મળશે.