વ્યારા ખાતે પ્રભારીમંત્રીશ્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસ ઉજવણી કરાઈ

Contact News Publisher

સરકાર નવી કૃષિ યોજનાઓને અમલી બનાવી ખેડૂતોને
સમૃધ્ધ બનાવાની દિશામાં આગળ વધી રહી છે : – મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ

સમગ્ર જિલ્લામાં સાત પગલા ખેડુત ક્લ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓના ત્રણ હજારથી વધુ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપાઈના જ્ન્મ દિવસને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે જિલ્લાના પ્રભારી અને રાજ્ય નર્મદા,શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પ્રવચન કરતા મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર નવી કૃષિ યોજનાઓને અમલી બનાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવાની દિશામાં આગળ વધી રહી છે. ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે આધુનિક પધ્ધતિ અપનાવીને આગળ વધી રહ્યું છે. ખાસ કરીને કૃષિ મહોત્સવ પછી ખેડૂતોએ પોતાની ખેતીમાં આમૂલ પરિવર્તન કર્યું છે.પહેલા ખેડૂત ચીલાચાલુ પધ્ધતિ વડે ખેતી કરતો તેથી ઉત્પાદન પણ નહીવત મળતુ હતું. પરંતુ આ કૃષિ મહોત્સવની ફલશ્રૃતિના કારણે આપણા ખેડૂતોને એક નવી ઓળખ મળી છે.
વધુમાં આજે ખેડૂતો વિજ્ઞાનની સાથે નવા સંશોધનો અપનાવીને આધુનિક ખેતી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક સરકારશ્રીનો રહ્યો છે. તેમ જણાવીને
ખેડુતોની આર્થિક સધ્ધરતા માટે મુખ્યછમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાગણના હેઠળ સાત ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. જેનો મહત્તમ લાભ લઈ પગભર થવા મંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડુતોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડુત ક્લ્યાણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓના ૪૭૪ લાભાર્થીઓને સાધન/સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મંત્રીશ્રીએ કિસાન પરિવહન યોજના હેઠળ ફરતા પશુ દવાખાના વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યવમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા દિલ્હીીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના પ્રવચનનું લાઈવ પ્રસારણ તેમજ કોરોના, ઇ-સેવાસેતુ અને કૃષિ વિષયક ફિલ્મધનું પ્રસારણ કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત સોનગઢ તાલુકામાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉપસ્થિતીમાં ૪૭૪ લાભાર્થીઓ, ઉચ્છલ ગુ.આદિજાતી નિગમના ડીરેક્ટર પરેશભાઈ વસાવાની ઉપસ્થિતીમાં ૪૧૬, નિઝર ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને અને માજી મંત્રી કાંતિભાઈ ગામીતની ઉપસ્થિતીમાં ૪૨૯, કુકરમુંડા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણાની ઉપસ્થિતીમાં ૪૦૨, ડોલવણમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં ૪૨૭ અને વાલોડમાં બાજીપુરા ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ડીરેક્ટર ઉદય દેસાઈ અને મઢી સુગરના ચેરમેન સમીર ભક્તની ઉપસ્થિતીમાં ૪૧૧ મળી સમગ્ર જિલ્લામાં ૩૦૩૩ લાભાર્થીઓને સાત જેટલી યોજનાઓ અંતર્ગત સાધન/સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહાસિંઘે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, આપણા કૃષિપ્રધાન દેશમાં ખેડુતને સમૃધ્ધ બનાવવા સરકારે આધુનિક કૃષિ યોજનાઓને અમલી બનાવી છે. સુશાસન દિન ઉજવણીના ભાગરૂપે સાત પગલા ખેડુત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સાત જેટલી યોજનાઓ અમલમાં મુકી છે. તેમ જણાવી તાપી જિલ્લાના તમામ તાલુકા મથકે ખેડુત કલ્યાણ કાર્યક્રમોનું આયોજન કરીને ત્રણ હજારથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ. કાર્યક્રમની આભારવિધી જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે કરી હતી.
આ અગાઉ મંત્રીશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારના નવીન અભિગમ અન્વયે જીલ્લા સેવા સદન વ્યારા ખાતે તા.૨૫ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન આયોજિત અમૃત આહાર મહોત્સવનું ઉદઘાટન કરીને પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે ઉભા કરાયેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી આર.જે.હાલાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત,આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.આર.ચૌધરી, આદિજાતી વિકાસ કમિશ્નર એચ.એલ.ગામીત,ચીફ ઓફિસર શૈલેષ પટેલ, સંગઠન ઉપપ્રમુખ ચેતન ભટ્ટ,મહામંત્રી વિક્રમ તરસાડીયા સહિત પદાધિકારી/અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ શોસ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other