કાંઠા સુગર ફેકટરી વ્યવસ્થાપક ચૂંટણી : માંગરોળ ઝોન ઉપર હથોડાના ફારૂક ઝીણાનો ૬૬ મતે શાનદાર વિજય
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હાલ દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓમા ચૂંટણીનો માહોલ માહોલ જોવા મળી રહ્યો છે. ગત ૨૪ મી ડિસેમ્બરે ઓલપાડ ખાતે આવેલ કાંઠા સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિવિધ સ્થળે મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સૌથી મોટો વિસ્તાર ગણાતા માંગરોળ ઝોન માટે મતદાન કરંજ સ્કૂલ ખાતે રાખવા માં આવ્યું હતું, માંગરોળ ઝોન ઉપર કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી કુલ્લે ૪૪૨ મતદારોએ મતદાન કર્યુ હતું, આજે તારીખ ૨૫મી ના સવારે કાંઠા સુગર ફેક્ટરીની કચેરી ખાતે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. માંગરોળ ઝોનના પ્રથમ ઉમેદવાર શાંતુભાઈ પટેલ ને ૧૩૧ મત , બીજા ઉમેદવાર ધનસુખભાઈ પટેલને ૧૦૮ મત, જ્યારે ત્રીજા ઉમેદવાર ફારૂકભાઈ કાળુ ભાઈ ઝીણા જેઓ હથોડાના ડેપ્યુટી સરપંચ તરીકે પણ કાર્યરત છે તેઓને ૧૯૮ મત મળ્યા હતા. ફારુક ભાઈ ઝીણાને ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતાં, સાથે જ વિજેતા ઉમેદવાર ફારૂકભાઇએ તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જણાવ્યું હતું કે આ મારો વિજય નથી માંગરોળ તાલુકાની જનતાનો વિજય છે અને મારી સાથે તમામ ધર્મ, જ્ઞાતિના લોકોએ મારા ઉપર ભરોસો રાખી અને સહકાર આપ્યો છે એમનો હું આભાર માનું છું. એવા શબ્દ સાથે તમામના દિલને જીતી લીધા હતા. જીત પછી વિજેય રેલી ઓલપાડ થી હથોડા ગામ ખાતે આવી હતી. એમને જીતાડવા માટે હથોડાના મુસદડીક હિદયાત આરફ ઉર્ફે મુસા શેઠ,કુતુબુંદીન, મુસ્તાક મલેક હશન ઉર્ફે બોબી, મુસ્તાક ઝીણા વગેરેઓએ ભારે મહેનત કરી હતી.