માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સુશાસન દિવસની કરાયેલી ઉજવણી : મુખ્યમંત્રીએ સેટેલાઈટનાં માધ્યમથી સંબોધન કર્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૫ની ડિસેમ્બર એટલે આપણાં દેશનાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેઈનો જન્મ દિવસ, આ જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનાં ભાગરૂપે આજે તારીખ ૨૫ મી ડિસેમ્બરનાં રોજ માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલાં સતકેવલ મંદિર ખાતે આ કાર્યક્રમ સુરતનાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો અને પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી હતી. કિસાન નિધિ અંતર્ગત ખેડૂતોને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સેટેલાઈટનાં માધ્યમથી સંબોધન કર્યું હતું. એમણે ખેડૂતોની આવક બમણી થાય એને ધ્યાનમાં લઈ સરકારની ખેડૂતલક્ષી જે યોજનાઓ છે. એનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જગદીશભાઈ ગામીત, દિપકભાઇ વસાવા, અનિલભાઈ શાહ સહિત ખેડૂતો, કાર્યકરો અને પ્રજાજનો હાજર રહ્યા હતા.