સુપ્રસિધ્ધ યાત્રાધામ શબરીધામ ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા છ કરોડનાં ખર્ચ બનનારા ભકત નિવાસ અને એડમીન બિલ્ડીંગનું મંત્રીશ્રી દ્વારા ઈ-ખાતે મુહૂર્ત કરવામાં આવ્યુ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વધઈ તા. 24 દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ  શબરીધામ ખાતે આજરોજ વિક્રમ સંવત ૨૦૭૭ માગસર સુદ દશમ તા. ૨૪/૧૨/૨૦૨૦, ગુરુવાર ના પવિત્ર દિવસે ગુજરાત  યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા થનારા વિકાસ ના કામ નું ઈ – ખાતમુહુર્ત રાખવામાં આવેલ. આ શુભ પ્રસંગ કેબીનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર – શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ ના વરદ હસ્તે કરવા માં આવ્યુ હતુ

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી સુ. શ્રી વિભાવરીબેન દવે – મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ તથા સુ. શ્રી મમતા વર્મા – IAS, સચિવ, પર્યટન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શબરીધામ ખાતે કરવામાં આવેલ ઈ – ખાતમુહુર્ત માં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ના ચીફ ઇજનેર શ્રી નીતિન ચૌબલ સ્થળ પર વિશેષ હાજર રહ્યા હતા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી અને જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી વિપુલભાઈ પટેલ અને સુબીર તાલુકા ના આગ્રણીઓ હાજર રહ્યા હતા.

સ્વામી અસિમાનંદજીની પ્રેરણા અને શ્રી શબરીમાતા સેવા સમિતિના ભગીરથ પ્રયત્નોથી શરૂ થયેલ માતા શબરીનું આ પવિત્ર યાત્રાધામ  કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં હવે વિકાસના આ કામ થકી અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે “ભક્ત નિવાસ” અને  એડમીન બિલ્ડીંગનું બાંધકામ શરુ થવા જઈ રહેલ છે. અત્યાર સુધી રહેવાની અને ભોજનની સુવિધા ન હોવાના લીધે યાત્રાળુઓ ને ઘણી મુશ્કેલીઓ થતી હતી. આ સાથે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા વોટર ATM પણ મુકવામાં આવ છે.

વિકાસના આ કાર્ય થી ડાંગ અને આજુબાજુ ના વિસ્તારમાં અને શ્રધાળુઓ માં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *