પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોને અગ્રતા આપવા અને સઘન અમલીકરણ દ્વારા જરૂરિયાતમંદોને યોજનાકિય લાભો સરળતાથી મળી રહે તે પ્રકારે કામગીરી કરવા કલેકટરનો અનુરોધ

Contact News Publisher

કલેકટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોને અગ્રતા આપી સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
ભાગ-૨ની બેઠકમાં કલેક્ટરે લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામોને અગ્રીમતા આપવાનું જણાવી સઘન અમલીકરણ દ્વારા યોજનાકિય લાભો જરૂરિયાતમંદોને સરળતાથી મળી રહે તે માટે પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ કેળવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિકાસ કામોના આયોજનમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા આપવા તથા વિવિધ યોજના અંતર્ગત બાકી કામો સત્વરે પુરા કરવા જણાવ્યું હતુ. તદઉપરાંત નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા તથા સરકારી લેણા વસુલાત બાબત કામગીરીને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી. આ તકે તમામ અધિકારીઓને સંપૂર્ણ તૈયારી સાથે સંકલનની બેઠકમાં હાજર રહેવા સુચન કર્યુ હતુ.
બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, આગામી ૨૪ માસમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, નિકાલ માટેના બાકી કાગળો, વસુલાત, ખાતાકિય તપાસ બાબતે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, નાયબ વન સંરક્ષક આનંદકુમાર, પ્રાયોજના વહીવટદાર વિજય પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે નિનામા, નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, વ્યારા પ્રાંત હિતેષ જોષી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other