સુબીર તાલુકાનો ઓનલાઈન એજયુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા ના સુબિર તાલુકા ખાતે જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત સુબીર તાલુકાના ઇનોવેટિવ શિક્ષકો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેરનું બી.આર.સી. ભવન સુબિર ખાતે આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ ના પ્રાચાર્ય શ્રી ડો.બી.એમ.રાઉત એજ્યુકેશન ઇનોવેશન ફેર ના કોર્ડિંનેટર અને સિનિયર લેકચરર શ્રીઅનિલભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ અને લેક્ચરર શ્રીઆર.જી.ચૌધરી તથા તાલુકા પ્રા.શિક્ષણાધિકારી શ્રીરમેશભાઈ ગામીત , બી.આર.સી.કૉ. શ્નીપરિમલસિંહ પરમાર ની ઉપસ્થિત માં સુબીર તાલુકા ના ૧૪ જેટલા શિક્ષકો એ પોતાના દ્વારા શિક્ષણ ક્ષેત્રે બાળકોના અભ્યાસ તેમજ સર્વાંગી વિકાસ માટે થયેલ જુદા જુદા ઇનોવેશન તેમજ લોકડાઉનના સમય ગાળામાં કોવિડ ૧૯ની પરિસ્થિતિ દરમિયાન છેવાડાના ગામોના બાળકોના ભણતર માટે કરાયેલ નવાચારોની ઓનલાઇન રજુઆત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સુબીર બ્લોક એમ.આઈ.એસ. શ્રી કેતનભાઈ પટેલ દ્વારા ટેક્નિકલ મદદનીશ તરીકે તેમજ સમગ્ર આયોજન બી.આર.સી. કો. શ્રી પરિમલસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં સુબિર તાલુકાના સી.આર.સી.ઓ ,મુખ્ય શિક્ષકો, શિક્ષકો ઑનલાઇન જોડાયા હતા. ભાગ લેનાર તમામ ઇનોવેટિવ શિક્ષકોને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂંસારા અને ના.જિ.પ્રા. શિક્ષણાધિકારી શ્રીનરેન્દ્રભાઈ ઠાકરેએ તથા સુબીર તાલુકા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ શ્રીસામજીભાઈ પવાર મહામંત્રી શ્રી જયરાજ પરમાર અને જિલ્લા પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રીધનજરાવભાઈ ભોયે મહામંત્રી શ્રી રણજીતભાઈ પટેલ તેમજ હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં છેવાડાના બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા નવાચારો વધુમાં વધુ શિક્ષકો કરે એવું આહવાન કર્યું હતું.