મુંબઈના માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર પૂરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી સંલગ્ન સખી વન સ્ટોપ સેન્ટર તાપી રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં કોઈ પણ હિંસાથી પીડીત મહિલાને એક જ સ્થળેથી તમામ પ્રકારની સેવા જેવી કે પોલીસ સહાય, કાનૂની સહાય, કાઉન્સેલિંગ, તબીબી સહાય, આશ્રય સહાય આપવામાં આવે છે.
તા.૦૪/૧૨/૨૦૨૦ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા એકલી રઝળતી ભૂલી પડેલ મળી આવેલ મહિલાનો કેસ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રીફર કરવામાં આવેલ. ત્યારબાદ આશ્રિત મહિલાની માનસિક સ્થિતિ અસ્વસ્થ જણાતા સૌપ્રથમ આશ્રિત મહિલાને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાવી મહિલાનું કાઉન્સેલિંગ કરેલ જેમાં તેઓ મૂળ મહારાષ્ટ્ર, મુંબઈ, અંધેરીવેસ્ટ, ધંગરવાડી, જુહુગલીના રહેવાસી હોવાનું જણાય આવેલ વધુમાં મહિલાના પારિવારીક ઝઘડાના કારણોસર તેઓ ઘરેથી ભાગી ગયેલ હોવાનું જાણવા મળેલ હતું. ત્યારબાદ મહિલા પાસેથી મળેલ સંપર્ક નંબરના આધારે મહિલાના પરિવાર સાથે સંપર્ક કરી જિ.તાપીના SP કચેરીની મદદ લઈ તેમના ઘરે મૂકવા જવા માટે વાહન અને પોલીસ પ્રોટેક્સનની મદદ મેળવી તા.૧૦/૧૨/૨૦૨૦ના રોજ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને વ્યારા પોલીસ હેડ ક્વાર્ટસના કર્મચારીઓ દ્વારા મહિલાને તેમના પરિવાર સાથે મિલાપ કરી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવેલ છે.