પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત નવસારી-ડાંગના ખેડૂતો જોગ
નવસારી-ડાંગના પાક વીમાના પ્રીમીયમ ભરેલા હોય તેવા તમામ ખેડૂતોએ ખેતીપાકમાં કાપણી પછીના નુકશાન સંદર્ભે ૩ નવેમ્બર સુધીમાં વીમા કંપનીને અરજી કરી જાણ કરવી.
આહવાઃ તાઃ ૦૧ઃ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) નવસારીના કાર્યક્ષેત્ર હેઠળ ના નવસારી અને ડાંગ જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનું કે પ્રધાનમંત્રી ફસલબીમા યોજના હેઠળ પાક વીમાના પ્રીમીયમ ભરેલ હોય તેવા તમામ ખેડૂતોએ તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમા઼ કાપણી પછીના નુકશાન થયેલ હોય તો તા.૦૩/૧૧/૨૦૧૯ ના સાંજે ૬-૩૦ કલાક સુધીમાં વીમા કંપનીને અરજી કરી નીચે દર્શાવેલ વીમા કંપનીની તાલુકા કક્ષાની કચેરીમાં પહોંચતી કરવી અથવા વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પશ્ર જાણ કરવી. નવસારી જિલ્લામાં નવસારી તાલુકા માટે વીમા કંપનીના પ્રતિનિધિ જ્યોતી જગાભાઈ ભોલા મો.૯૭૧૪૮ ૮૮૫૪૮ ખેડૂત તાલીમ કેન્દ્ર દાંડી રોડ,નવસારી. જલાલપોર તાલુકા માટે નેહાલી દિપકભાઈ મિસ્ત્રી મો.૯૦૩૩૮ ૦૧૮૪૪ ખેડૂત તાલીમ કેન્દ્ર દાંડી રોડ,નવસારી.ગણદેવી તાલુકા માટે વૃતિકા સુરેશભાઈ પટેલ મો.૯૦૩૩૭ ૩૮૪૩૩,સાંઇ પૂજા કોમ્પ્લેક્ષ શોપ નં.૨,જૈન સ્ટ્રીટ અમલસાડ,સ્ટેશન રોડ ગણદેવી. ખેરગામ તાલુકા માટે કૃતિકા ભરતસિંહ ચૌહાણ મો.૯૭૨૭૨ ૩૫૭૩૬ સીએસસી સેન્ટર તાલુકા સેવા સદન ખેરગામ,ચીખલી તાલુકા માટે તેજસ બાબુભાઇ પટેલ મો.૮૧૫૫૯ ૭૬૮૫૨ મદદનીશ ખેતી નિયામક (વિ) કચેરી પેટાવિભાગ ચીખલી,વાંસદા તાલુકા માટે બીપિન મહેશભાઈ પટેલ મો.૯૭૧૪૪ ૪૧૦૬૬ જમીન ચકાસણી પ્રયોગશાળા એપીએમસીની બાજુમાં વાંસદાને જાણ કરવી.
ડાંગ જિલ્લામાં આહવા તાલુકા માટે વિનેશ જે માહલા મો.૯૪૦૮૬ ૧૧૭૬૩/૬૩૫૩૨ ૯૯૮૯૬ પ્રોજેક્ટ ડાયરેકટર આત્માની કચેરી પટેલપાડા,આહવા. સુબીર તાલુકા માટે ગોવિંદ એસ બોરસા મો.૭૦૧૬૮ ૦૫૨૮૫/૯૪૨૮૨ ૩૦૪૬૭ સીએસસી સેન્ટર ગ્રામ પંચાયતની બાજુમાં સુબીર. વધઈ તાલુકા સુરેન્દ્રસિંહ એ રાઠોડ મો.૯૬૦૧૪ ૦૨૧૭૫ / ૬૩૭૭૨ ૦૯૧૪૧ સીએસસી સેન્ટર બસ સ્ટોપ નજીક વધઇને જાણ કરવી વીમા કંપનીનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૩૦૦૨ ૪૦૮૮ છે.
આ ઉપરાંત સદર બાબતે વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક શ્રી (વિસ્તરણ) નવસારી અથવા સબંધિત ખેતી અધિકારીશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી અને ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની અખબારી યાદીમાં જણાવાયું છે.