૧૬ લાખ રૂપિયાનાં ચેક રિટર્ન કેસમાં માંગરોળ સીવીલ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી  

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ૧૬ લાખ રૂપિયાનાં ચેક રિટર્ન કેસમાં માંગરોળ સીવીલ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરતો હુકમ કર્યો છે. આ બનાવની વિગત એવી છે કે માંગરોળ તાલુકાનાં મોસાલી ગામનાં ઈબ્રાહીમ સુલેમાન માજરા એ, તાલુકાનાં કોસંબા ગામનાં સલીમ શબ્બીર અહમદ રદેરા પાસેથી ઓડી કંપનીની ગાડી નંબર જીજે-૧૯-એએફ-૭૯૧૩ ૨૨લાખ રૂપિયામાં સોદો કરી ૧૬ લાખ રૂપિયા આપ્યા હતા.પરંતુ આ ગાડી ખરીદનારના નામે થાય એમ નહીં હોવાથી, સોદો રદ થયો હતો.ત્યારબાદ ૧૬ લાખ રૂપિયાનો ચેક ખરીદનારને આપેલ જે ચેક બેંકમાં નાંખતા ચેક પરત થયો હતો. ચેક પરત થતાં ખરીદનારે વેચનારને નોટીસ આપી હતી.છતાં વેચનારે નોટીસનો કોઈ જવાબ આપ્યો ન હતો.આખરે વેચાણ લેનારે માંગરોળ સીવીલ કોર્ટમાં નેગોશીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અને ૧૪૨ મુજબ કેસ દાખલ કર્યો હતો. આ કેસ હાલમાં ચાલી જતાં અને કેસનો જજમેન્ટ આપતાં, માંગરોળ સીવીલ કોર્ટના પ્રિન્સિપલ સીવીલ જજ અને જ્યૂડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ હિતેશ તનસુખભાઈ ધોળકીયા એ હુકમ કર્યો કે આ કામના આરોપી સલીમ શબ્બીર અહમદ રંદેરા ને ફોજ દારી કાર્યરીતિ સહિત ૧૯૭૩ ની કલમ-૨૫૫(૨) અન્વ યે ધી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ- ૧૩૮ મુજબના ગુનાના કામે તક્સીરવાન ઠેરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. સાથે જ ૧૬ લાખ રૂપિયા ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો આરોપી આ રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે. ખરીદનાર તરફે એડવોકેટ સોહેલ એસ.નૂરે જરૂરી દલીલો રજૂ કરી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other