સુરતનાં ખાસ જમીન સંપાદન અધિકારી, માંગરોળના મામલતદાર-TDO ને રજુઆત : કોમન પ્લોટ રેલ્વેનાં ઓવરબ્રિજમાં સંપાદન થતો હોય, જે વળતર મળે તે ૭૧ પ્લોટ ધારકોને મળવું જોઈએ : બિલ્ડર પોતે આ રકમ લઈ લેવાની રમત રમી રહ્યો છે !

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનાં ખાસ જમીન સંપાદન અધિકારી શાખા-૪, માંગરોળના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે કે કોમન પ્લોટ રેલ્વેનાં ઓવરબ્રિજ માટે સંપાદન થતો હોય,જે વળતળ મળે તે ૭૧ પ્લોટ ધારકોને મળવું જોઈએ.પરંતુ બિલ્ડર પોતે આ રકમ લઈ લેવાની રમત રમી રહ્યો છે.જેની સામે પ્લોટ ધારકોએ પોતાનો વાંધો રજૂ કર્યો છે. માંગરોળ તાલુકાનાં હથુંરણ ગામે આવેલી બ્લોક નંબર ૯૮૩ અને ૧૨૦૮ માં એક બિલ્ડરે સને ૧૯૯૪ માં આ જમીન NA કરાવી, ૭૧ જેટલાં પ્લોટ પાડી, પ્લોટો નું વેચાણ કર્યું છે.પ્લોટ વેચી દીધા છતાં નિયમ મુજબ જે સુવિધાઓ ઉભી કરવાની હોય છે.એ પણ બિલ્ડર તરફથી ઉભી કરવામાં આવી નથી.ટૂંકમાં NA ની એક પણ શરતનું પાલન કરવામાં આવ્યું નથી.આ સોસા યટીના કોમન પ્લોટ વાળી જગ્યા ઉપર હથુંરણ ખાતેથી પસાર થતી રેલ્વેનાં ૧૬૩ નંબર વાળા ગેટ પાસેથી ઓવરબ્રિજ ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ ઓવર બ્રિજમાં સોસાયટીનાં કોમન પ્લોટવાળી જમીન સંપાદનમાં જાય છે.જે બદલ રેલ્વે જમીનનું વળતળ ચૂકવનાર છે.બિલ્ડરે પ્લોટ વેચી દીધા છે, ત્યારે આ કોમન પ્લોટવાળી જમીનનું રેલ્વે જે વળતળ ચૂકવે તે પ્લોટ ધારકોને સરખે હિસ્સે મળવું જોઈએ, પરંતુ બિલ્ડર આ આખે આખી રકમ હડપ કરી જવાની પેરવી કરી રહ્યો છે.જે પ્રશ્ને આ સોસાયટીના પ્લોટ નંબર ૩૩ જેનાં માલિક બિલાલ અહમદ કોલીયા, પ્લોટ નંબર ૧૦, ૧૧, ૧૨,૧૩ જેનાં માલિકયાકુબ અહમદ બદાત અને પ્લોટ નંબર ૪,૫,૬,૭,૮,૯, ના માલિક ખલિલ સુલેમાન સેદુ ની છે.આ ત્રણ ઈસમોએ આ પ્રશ્ને ઉપરોક્ત અધિકા રીઓની કચેરીમાં લેખિતમાં વાંધા રજૂ કર્યા છે.અને સંપાદનની જે રકમ મળે તે તમામ પ્લોટ માલિકોને સરખા હિસ્સે આપવા માંગ કરી છે.જો આ રકમ બિલ્ડરને મળે એ માટે વાંધો નોંધાવ્યો છે. સાથે જ આ પ્રશ્ને આંદોલન કરવાની પણ ચિમકી આપી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other