છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગરના પત્ર ક્ર  સી.સઆઇ.સેલ / ૮૨૬ / ૧૯ ના અન્વયે રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા બાબતે ડ્રાઇવ આપેલ હોય જે આધારે ઇન્ચા. પોલીસ અધિક્ષકશ્રી તાપીનાઓએ તાપી જીલ્લાનાં નાસતા – ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇ બ.નં. ૭૭ તથા પો.કો. વિપુલભાઇ રમણભાઇ બ.નં. ૫૬ નાઓ સાથે નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના કુકરમુંડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં  ૬૬૩ને મળેલ બાતમી હકિકત આધારે સુરત ગ્રામ્ય જીલ્લાના નં. ( ૧ ) માંગરોલ પો.સ્ટે. ફ.ગુ.ર. નં. ૪૫/૨૦૧૫ આઇ.પી.સી. કલમ – ૩૭૯,૧૧૪ ( ૨ ) બારડોલી પો.સ્ટે.  ફ.ગુ.ર.નં. ૧૨૮/૨૦૧૫ આઇ.પી.સી. ક્લમ – ૩૭૯,૧૧૪ ( ૩ ) બારડોલી પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૧૨૯/૨૦૧૫ આઇ.પી.સી કલમ ૩૭૯, ૧૧૪ ( ૪ ) બારડોલી પો.સ્ટે . ફ.ગુ.નં. ૧૪/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ એક્ટ મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી હિતેષભાઇ દશરથભાઇ પાડવી ઉ.વ. ૨૯ ધંધો – ડ્રાઇવીંગ રહેવાસી,  ઇટવાઇ, મંદિર ફળીયુ તા. કુકરમુંડાં જી.તાપીનાને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તથા પકડાયેલ આરોપીની ઉપરોક્ત મુજબના ગુનાના કામે સી.આર.પી.સી ૪૧ ( ૧ ) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other