અન્યો સહિત ખેડૂતો માટે રવિ અને ઉનાળુ ૨૦૨૦-૨૦૨૧ સીઝનનું સિંચાઈનું પાણી આપવા માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ખેડૂતો માટે રવિ અને ઉનાળુ ૨૦૨૦-૨૦૨૧ સીઝનનું સિંચાઈનું પાણી આપવા માટેનું રોટેશન સિંચાઇ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. કાકરાપાર ડાબા અને જમણા કાંઠાના વિસ્તારોમાંથી લીફટઇરી ગ્રેશન, પિયત સહકારી મંડળીઓ, ખેડૂતો, ઉદવહન સિંચાઇ યોજનાઓ,પાણી પુરવઠા યોજનાઓ, નગર પાલિકાઓ, ઉદ્યોગકારો વગેરેઓ માટે સિંચાઇ વિભાગ તરફથી કાકરાપાર યોજનાની નહેરોનું રવિ ૨૦૨૦- ૨૦૨૧ નું ઉકાઈડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં લઈ રોટેશન જાહેર કરવામાં આવ્યું છૅ. જે અંતર્ગત કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર તારીખ ૫ મી ડિસેમ્બર થી ૧૮ દિવસ,જ્યારે તારીખ ૨૧ મી ડિસેમ્બરથી ૨૫ દિવસ સુધી નહેર બંધ રહેશે. રવિ મૌસમ ૨૦૨૦-૨૦૨૧ તારીખ ૧૬ મી જાન્યુઆરી થી ૨૪ દિવસ,ઉનાળુ મૌસમ ૨૧ મી ફેબ્રુઆરી થી ૨૪ દિવસ,૨૯ મી માર્ચ થી૨૬ દિવસ,૬ મે થી ૨૫ દિવસ, ૧૨ મી જૂનથી ૧૯ દિવસ સુધી પાણી આપવામાં આવશે. જયારે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાંથી ૨૯ મી નવેમ્બરથી ૨૨ દિવસ, જ્યારે ઉપર મુજબની તારીખ દરમિયાન ૨૫ દિવસ નહેર બંધ રહેશે. રવિ-૨૦૨૦/૨૦૨૧, તા.૧૫ જાન્યુઆરીથી ૩૭ દિવસ, ૧ લી માર્ચથી ૨૫ દિવસ,૧ લી એપ્રિલથી ૨૬ દિવસ, ૧ લી મે થી ૨૭ દિવસ,૩ જૂનથી ૧૩ દિવસ પાણી આપવામાં આવશે. જેની ડાબા અને જમણા કાંઠા ઉપર આવેલા ખેતરોના ખેડૂતોએ નોંધ લેવી. ઉનાળુ મૌસમ માટે પાણી લેવા માટેની અરજી ૩૧ મી માર્ચ સુધીમાં જે તે સિંચાઇ વિભાગની પેટા કચેરીમાં આપવાની રહેશે. પિયાવો સમયસર ભરવાનો રહેશે. ૨૧ મી ડિસેમ્બર થી ૧૪ મી જાન્યુઆરી દરમિયાન નહેરની લાઈનની મરામત કરવાની હોય તમામ નહેરો બંધ રહેશે. સિંચાઈનું પાણી પ્રતિપાણ/ હેક્ટર મુજબ આકારણી કરવામાં આવે છે જેથી પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. રોટેશન મુજબ ખેડૂતોએ પોતાનાં પાકોનું આયોજન કરવાનું રહેશે.