માંગરોળ તાલુકાનાં ઝીનોરા ગામે, ક્રિકેટ રસિયાઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉભું કરાયું, આજે ઉદઘાટનની સાથે ક્રિકેટ રાઉન્ડનો પણ પ્રારંભ કરવામાં આવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝીનોરા ગામે, ક્રિકેટ રસિયાઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉભું કરવામાં આવ્યું છે. જેનું આજે તારીખ ૨૯મી નવેસરનાં રોજ ઉદઘાટન કરવામાં આવ્યું છે. સાથે આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રાઉન્ડનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઝીનોરા ગામનાં વતની અને તાજેતરમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તથા સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન દિપકભાઈ વસાવાના પ્રયાસો થી નવયુવકો અને ક્રિકેટ પ્રેમીઓ માટે એક વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉભું કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન આજે તારીખ ૨૯ મી નવેમ્બરના રોજ દિપકભાઇ વસાવાએ રીબીન કાપી ઉદ્દઘાટન કર્યું હતું. સાથે જ ઝીનોર ક્રિકેટ કલબ તરફથી નવા ગ્રાઉન્ડ પર આજથી જ ક્રિકેટ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. રાઉન્ડની પ્રથમ મેચ માંગરોળ ક્રિકેટ ટીમ અને આંબાવાડી ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ હતી. અત્રે યાદ આપવું જરૂરી છે કે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્રિકેટ રમનારાઓની સંખ્યા વધી રહી છે. દિપકભાઈ વસાવાએ ગામનાં યુવકો માટે ક્રિકેટનું ગ્રાઉન્ડ ઉભું કરી આપતાં આ ગામનાં નવ યુવકોમાં આનંદની લહેર પ્રસરી છે.