આહવા ખાતે પાંચ દિવસીય હાઈ એટીટ્યૂટ ટાઈકવૉન્ડો ટ્રેનીંગ કેમ્પ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વિકટરી ટાઈકવૉન્ડો સ્પોર્ટસ એકેડમી સુરત અને યૂથ ટાઈકવૉન્ડો એકેડમી આહવાના સંયુક્ત ઉપક્રમે પટેલપાડા આહવાની ન્યુ વિઝન ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પાંચ દિવસીય હાઈ એટીટ્યૂટ ટાઈકવૉન્ડો ટ્રેનીંગ કેમ્પ યોજાયો, જેમાં સુરત શહેરના પંદર અને ડાંગ જિલ્લાના પંદર બાળકો એ ભાગ લીધો હતો. આ ટ્રેનીંગ માં કોચ તરીકે સેવા વિકાશ શર્મા (સેકન્ડ ડાન બ્લેક બેલ્ટ) અને પૃથ્વી ભોયે એ આપી હતી.
આ પાંચ દિવસીય ટ્રેનીંગ કેમ્પ ના સમાપન કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી દશરથ પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ પોતે જુડો કરાટેના નિપુણ ખેલાડી છે, તેમણે બાળકોને સ્વરક્ષણ માટે લાઠી ના કરતબ સીખાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટાઈકવૉન્ડો માત્ર સ્વરક્ષણ માટે જ ની પરંતુ બાળકો ના કેરીયર માટે પણ ખુબજ જરૂરી છે. તેમના હસ્તે બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફીઓ એનાયત કરવામાં આવ્યો હતા. આ કાર્યક્રમમાં પબ્લિક પ્રોસીક્યુટર ભરત ભોયે અને વિજય મોરે ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.