આહવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 71 મા ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરવામાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 26 મીએ 71 મા સંવિધાન દિન ની ઉજવણી રાષ્ટ્ર ગાન તેમન રાષ્ટ્ર વંદના સાથે કરવામાં આવી હતી
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે 26 નવેમ્બર ના રોજ જિલ્લાની 42 શાળાના શિક્ષકો, કર્મચારીઓ સ્ટાફગણની ઉપસ્થિતમાં 71 મા સંવિધાન દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંવિધાન ના આમુખનું વાંચન શ્રીમતી જ્યોતિબેન લબાનાએ કર્યું હતું જ્યારે શાળાનાં શિક્ષક અર્જુનશીંગ પરમારે ભારતીય બંધારણ શુ છે? અને સંવિધાનની રૂપરેખા , સમય ગાળા, બંધારણના ઘડવૈયાઓ અને વર્તમાન પરિસ્થિતિથી સૌને માહિતગાર કર્યા હતા જ્યારે શાળાના આચાર્ય ગોવિંદભાઈ ગંગોડા એ બંધારણમાં દર્શાવેલ હક્કો , ફરજો અને વિવિધ કાનૂની કલમો, હસ્તલિખિત બંધારણ ની ગરિમા વિશે વિસ્તૃત જાણકારી આપી
હતી જ્યારે એન.એસ.એસ. ના પ્રોગ્રામ અધિકારી તેમજ 15 વિધાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 16 શિક્ષકોએ નિબંધ સ્પર્ધા માં જ્યારે 15 શિક્ષક મિત્રોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો સમગ્ર કાર્યકમમાં ઉપસ્થિત રહેનાર મિત્રોની આભારવિધિ શાળાના ગ્રંથપાલ શ્રી ડી.બી.મોરે કરી હતી