ઉમરપાડા પોલીસ મથકમાં દારૂના ગુનાનો આરોપી બે વર્ષથી નાસતો ફરતો હતો : જેને સુરત જિલ્લા SOG ટીમે ઝડપી લીધો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગત તારીખ ૭ મી મે ૨૦૧૮ ના રોજ ઉમરપાડા તાલુકાનાં ઉભારીયા ગામેથી પોલીસે એક ટ્રક નંબર જી.જે.-૧૯-ટી-૩૪૩૧ તથા નંબર વિનાનાં ટેમ્પા માંથી દારૂ તથા બિયરની બાટલી ૩૪૪૪ ઝડપી પાડી હતી. દારૂની કિંમત ૨,૯૧,૬૦૦ રૂપિયા અને બે વાહનોની કિંમત ૧૧ લાખ ગણી કુલ ૧૩,૯૧,૬૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી, આ ગુનાનો આરોપી રાજેશભાઇ મનજીભાઈ ચૌધરી,ઉંમર ૩૯ વર્ષ,રહેવાસી મંદિર ફળિયું, ઉભારીયા ભાગી જતાં એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી નાસ્તો, ફરતો હતો, આ ગુનાને બે વર્ષ પૂર્ણ થયા છે.સુરત જિલ્લા SOG શાખાના પોલીસ ક્રોસ્ટેબલ આશીફખાન ઝહીરખાન પઠાણ અને વિરમભાઈ બાબુભાઇ નાઓને બાતમી મળી કે આ આરોપી ઉભારીયા થી વાડી જતાં માર્ગ ઉપર ઉભેલો છે.જેથી SOG ટીમે બાતમી વાળા સ્થળે છાપો માળતા આ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ઉમરપાડા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં SOG નાં પી.આઈ. કે.જે. ધડુક, ભૂપતસિંહ અંદરસિંહ, આશીફખાન ઝહીરખાન પઠાણ, રાજેશભાઇ બળદેવભાઈ, વિરમભાઈ બાબુભાઈ વગેરે જોડાયા હતા.