સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થયેલ દારૂની રેડના પગલે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરતાં DGP ભાટિયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્યનાં પોલીસવડા આશીષ ભાટિયાઆએ માંગ રોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકનાં ઈન્ચાર્જ PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તારીખ ૨૪/૧૧/૨૦૨૦ ના રોજ સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તા રમાં રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાર અલગ-અલગ જગ્યાઓએ દારૂની રેડો કરવામાં આવી હતી. આ ચાર રેડમાં કુલ આશરે ૨.૧૫ લાખ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. આ રેડના અનુસંધાને પ્રોહીબિશનની પ્રવૃત્તિની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવાની નિષ્ફળતા બદલ DGP દ્વારા આજરોજ કોસંબા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PSI દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.