હવે પોલીસ વિશ્વાસ સેવાનો ઉપયોગ કરી, ટ્રાફીક સહિતની સેવામાં નિષ્ણાંત બનશે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય પોલીસ તરફથી વિશ્વાસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વાસ એટલે વિડીયો ઈન્ટેગ્રેશન એન્ડ સ્ટેટ વાઈડ એડવાન્સ સિક્યુરીટી, એટલે કે સીસીટીવી ની મદદથી ટ્રાફીકનું સરળ સંચાલન, લૂંટફાટ અને ગુનાખોરી ઉપર નિયંત્રણ,સ્કાસ્પદ ગતિવિધિઓ ઉપર દેખરેખ, ધાર્મિક સ્થળો ઉપર યાત્રાળુઓની સુરક્ષા, જાહેર અને ખાનગી મિલ્કતોની સુરક્ષા વગેરે સુરક્ષાઓ વિશ્વાસ સેવાની મદદથી કરી શકાશે. આ અંગેનાં પ્રચાર અને પ્રસાર માટે તથા પ્રજામાં પણ આ અંગે જાગૃતિ આવે એને ધ્યાનમાં લઈ આ માટેની જાહેરાતના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. માંગરોળ પોલીસ મથક ખાતે પણ એક બોર્ડ મુકવામાં આવ્યું છે.