વ્યારા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં તાપી ડિસ્ટ્રીક્ટ ખાદ્યસલામતી અંગે સલાહકાર સમિતીની બેઠક મળી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : તાપી કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે તાજેતરમાં તાપી ડિસ્ટ્રીક્ટ ખાદ્યસલામતી અંગે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતીની બેઠક મળી હતી. બેઠકમાં ભારત સરકાના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા દ્વારા સમગ્ર દેશના જિલ્લા/શહેરોમાં ખાદ્યસલામતી અને સ્વચ્છતાના પાલન માટે કાર્ય કરવાની સ્પર્ધા ” Eat Right Challenge ” બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તાપીએ પણ ભાગ લીધેલ હોઈ કલેક્ટરશ્રીએ આ ચેલેન્જ અંતર્ગત તમામ ઉદ્દેશો પુરા કરવા માટે અન્ય સંલગ્ન વિભાગો સાથે પરસ્પર સંકલન અને હકારાત્મક અભિગમથી કામગીરી સુચારૂ રીતે પુરી કરવાનું જણાવી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

બેઠકની શરૂઆતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર ડી.બી.બારોટે આ સ્પર્ધાનો ઉદ્દેશ સમજાવી તે અન્વયે હાથ ધરવામાં આવનાર પ્રવૃતિઓની વિગતવાર જાણકારી આપી હતી. અને વર્તમાન કોવિદ-૧૯ મહામારીના લીધે વિલંબિત થયેલ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા અંતર્ગત કરવાની કામગીરી તા.૩૧મી માર્ચ સુધીમાં પૂરી કરવાની રહેશે.જેનુ પરિણામ તા.૭ જુન,૨૦૨૧ ” વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે” ના દિવસે જાહેર કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત,ફૂડ એનાલીસ્ટ ઓફ સ્ટેટ સુરતના ડો.દેવાંગ પટેલ, ગ્રાહક સુરક્ષા કમિટીના હેતલ મહેતા સહિત સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other