માંગરોળ તાલુકાના કીમ કોઠવા દરગાહ ઉપર આ વર્ષે ઉર્શ (મેળો) નહિ ઉજવાય : કોરોના મહામારીના ભાગરૂપે દરગાહ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા ના માંગરોળ તાલુકામાં આવેલ કોઠવા ગામ માં આવેલ જગ વિખ્યાત દરગાહ આવેલ છે, ( બાવન ગજ )ની દરગાહ હઝરત ખ્વાજા મખદુમ સહિદ રહ ની દરગાહ આવેલી છે, જ્યાં ભારત ભરમાંથી હિન્દુ મુસ્લિમ સમુદાયના ચાહકો મન્નત રાખી હાજરી આપે છે, બોલીવુડના અભિનેતા હોય કે પછી ક્રિકેટરો હોય ત્યાં હાજરી આપતા હોય છે, દર વર્ષે ડીસેમ્બર મહિનામાં આ દરગાહ ઉપર મેળો ભરવામાં આવે છે જેમાં લાખો માં ભીડ એકત્ર થાય છે કે ઉર્ષ 3 દિવસ સુધી ચાલે છે, હાલ કોરોના મહામારી કાળમા લોકડાઈન પછી આ દરગાહ ને બંધ રાખવામાં આવી હતી, ગઇ કાલે દરગાહ ટ્રસ્ટ કમિટી ની બેઠક મળી હતી જેમાં આગામી ડીસેમ્બર મહિનામા યોજાનાર ઉર્ષ (મેળો),સરકાર દ્વારા આપવામા આવેલ જાહેરનામા ને માન આપી નહિ યોજવાનો નિર્ણય લેવાયો છે જેની જાણ લેખિત માં જાહેર જનતાને કરવામાં આવી હતી.