તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી મોટામિયાં બાવાની દરગાહ ખાતે ડો. પીર મતાઉદીન ચિસ્તીએ લોકોને નવા વર્ષની પાઠવેલી શુભકામના
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની કોમી એકતાના દર્શન કરાવતી એતિહાસિક દરગાહ આવેલી છે. આ દરગાહના હાલના ગાદીપતિ પીર સલીમુદીન ચિસ્તીના સુપુત્ર અને ગાદીના ઉત્તરા ધિકારી ડૉ. પીર મતાઉદીન ચિસ્તી આજે તારીખ ૧૬ મી નવેમ્બરના રોજ નવુ વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે માંગરોળ દરગાહ ખાતે આવી લોકોને નવાવર્ષની શુભ કામના પાઠવી હતી.આ દરગાહ ખાતે દર વર્ષે પોષ સુદ એકમ થી પંદર દિવસ સુધી ઉર્સ (મેળો ) ભરાય છે.આ દરગાહ કોમી એકતાના દર્શન માટે જાણીતી દરગાહ છે. દરગાહ ખાતે દર ગુરૂવારે પણ લોકો પ્રાર્થના માટે આવે છે. આ દરગાહ રચિત ટ્રસ્ટ દ્વારા અનેક સામા-જીક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. ડો.પીર મતાઉ-દીન ચિસ્તીએ લોકોને કોરોનાં મહામરીના ચાલી રહેલા સમયમાં સોશિયલ ડિસ્ટરન્સ જાળવવા અને માસ્કનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. સાથે જ નવું વર્ષ ખૂબ જ સારૂ જાય એવી શુભેચ્છા પાઠવી હતી.